હવે Google નો પણ જમાનો ગયો! નવી જનરેશન માટે આ 5 સર્ચ એન્જિન છે ફેવરિટ

આજની નવી પેઢી ઘણી આગળ છે અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. અહીં અમે ટ્રેન્ડિંગ સર્ચ એન્જિન વિશે વાત કરી રહ્યા છીએ, જે તમને નવી વસ્તુઓ જાણવામાં મદદ કરે છે.

હવે Google નો પણ જમાનો ગયો! નવી જનરેશન માટે આ 5 સર્ચ એન્જિન છે ફેવરિટ

સર્ચ એન્જિનની વાત કરવામાં આવે તો ગૂગલનું નામ સૌથી પહેલા આવે છે. મોટાભાગના લોકો આ સર્ચ એન્જિનનો જ ઉપયોગ કરે છે. જો તમે પણ આવું કરી રહ્યા છો તો માની લો કે તમે ઘણા પાછળ છો.  હવે ગૂગલ સિવાય પણ ઘણા નવા સર્ચ એન્જીન આવી ગયા છે, જે તમારા કામને સરળ બનાવી શકે છે. સારી વાત એ છે કે આમાંથી કેટલાક ChatGPT ને સપોર્ટ કરે છે. આના દ્વારા, તમે ચેટબોટના લેટેસ્ટ વર્જનનો મફતમાં ઉપયોગ કરી શકો છો. જાણો આજની યુવા પેઢી કયા સર્ચ એન્જિનનો ઉપયોગ કરી રહી છે.

Microsoft Bing
આજકાલ સૌથી વધુ લોકપ્રિય Bing સર્ચ એન્જિન છે. આમાં તમને GPT-4 નો સપોર્ટ મળશે. એટલે કે, તમે આ સર્ચ એન્જિન પર ઉપલબ્ધ AI ટૂલ્સનો મફતમાં ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ Microsoft Edge બ્રાઉઝર પર કરી શકાય છે.

DuckDuckGo
DuckDuckGo એક પ્રાઇવેટ સર્ચ એન્જિન છે. અહીં યુઝરનો કોઈ પર્સનલ ડેટા ટ્રેક થતો નથી. આમાં, તમે નકશા, ફોટા, વીડિયો અને ઘણું બધું શોધી શકો છો. અહીં ઝીરો ક્લિક ઈનફર્મેશન નામનો એક શાનદાર ફીચર પણ મળે છે.

Yandex
આ સર્ચ એન્જિન 1997માં આવ્યું હતું. તેને બનાવતી કંપની AI ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે. તમે યાન્ડેક્સ પર છબીઓ, નકશા અને વિડિઓ સહિત કંઈપણ શોધી શકો છો. તેનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. આ સિવાય આ સર્ચ એન્જિન જિયોકોડર, ટ્રાન્સલેશન જેવી સુવિધાઓને પણ સપોર્ટ કરે છે.

Baidu
આ સર્ચ એન્જિન વર્ષ 2000માં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં તેના યુઝર્સમાં ઝડપથી વધારો થયો છે. તે મોટાભાગે ચીનમાં વપરાય છે. તેનું ઈન્ટરફેસ ખૂબ જ સરળ છે અને આમાં તમને ઘણા સર્ચ ઓપ્શન પણ મળે છે. ઉપરાંત, તે તમને ક્વોલોટી સર્ચ રિઝલ્ટ પણ આપે છે.

Contextual વેબ સર્ચ
અહીં તમને એક API પર કરોડો વેબ પેજીસ, ચિત્રો અને સમાચાર મળશે. આ દ્વારા, વપરાશકર્તાઓને સટીક સર્ચ રિઝલ્ટ મળે છે.

આ પણ વાંચો:
વિદ્યાર્થીઓના હિતમાં મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, આ મહત્વની પોલિસીને પણ મળી મંજૂરી
સ્કૂલ, કોલેજમાં ઘણી વાર ફેલ, 32 નોકરીઓમાં રિજેક્ટ, બનાવી એક અબજ ડોલરની કંપની
KKR vs RCB: સતત ચાર મેચ હાર્યા બાદ કોલકત્તાને મળી જીત, બેંગલોરને 21 રને પરાજય આપ્યો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news