Desi Jugaad: ખરાબ ઇયરફોનના હજારો ઉપયોગ, બસ થોડું દિમાગ લગાવો

મોબાઇલ ફોન એસેસરીઝ (Mobile Phone Accessories) માં એક સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. ઇયર ફોન (Earphone). ઇયરફોન વિનાના મોબાઇલનો ઉપયોગ કરવા વિશે વિચારી પણ ન શકાય. ઇયરફોન ઘણા પ્રકારના આવે છે, તેમાં સૌથી સસ્તા ઇયરફોન વાયરવાળા હોય છે.

Desi Jugaad: ખરાબ ઇયરફોનના હજારો ઉપયોગ, બસ થોડું દિમાગ લગાવો

નવી દિલ્હી: મોબાઇલ ફોન એસેસરીઝ (Mobile Phone Accessories) માં એક સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે ઇયર ફોન (Earphone). ઇયરફોન વિનાના મોબાઇલનો ઉપયોગ કરવા વિશે વિચારી પણ ન શકાય. ઇયરફોન ઘણા પ્રકારના આવે છે, તેમાં સૌથી સસ્તા ઇયરફોન વાયરવાળા હોય છે. જો તમે ઇચ્છે તો આ ઇયરફોન ખરાબ થયા બાદ પણ પોતાના પૈસા વસૂલ કરી શકો છો. બસ તેના માટે તમારે કેટલાક જુગાડ (Desi Jugaad) લગાવવું પડશે અને એક-બે વસ્તુઓની જરૂર પડશે. 

ઇયરફોન-હેક્સ (Earphone Hacks) 
ઇયરફોનને ખૂબ સંભાળીને ઉપયોગ કરવાનો હોય છે, જેથી તેની અંદરના વાયર ન તૂટે અને ના તો બહાર કોઇ કાટ લાગે. તેમછતાં પણ થોડા મહિનામાં ઇયરફોન ખરાબ થઇ જાય છે. આવા ખરાબ ઇયરફોનને ફેંકવાના બદલે કંઇક આઇડિયા અજમાવો. 

જ્વેલરી બનાવો: 
જૂના ઇયરફોનના વાયરલ પર સુંદર રેશમી દોરી લપેટીને તમે ઇયર રિંગ્સ બનાવી શકો છો. તેમાં દોરાની સાથે બીડ્સનો ઉપયોગ કરીને સ્ટાઇલિશ ઇયરરિંગ્સ અથવા હેન્ડ બેંડ બનાવી શકો છો. 

કી-રિંગ: 
ઇયરફોનના વાયરમાં એક પછી એક નોટ લગાવીને તેને ગુંથી લો, વચ્ચે બીડ્સ પણ લગાવી શકો છો. આ પ્રકારે એક સુંદર રિંગ બનાવી શકાય છે. 

ફોટો હેંગર: 
ઇયરફોનના વાયર પર રંગબેરંગી ટેપ લગાવો અને તેને દિવાલ પર કોઇપણ શેપમાં લગાવી દો. તેના પર તમે કપડાં લગાવવાની ક્લિપની મદદ વડે ફોટો લગાવી શકો છો. દીવાલને સુંદર યાદો વડે શણગારવાનો રીત છે.  

જ્વેલરી હેંગર
વાયરને શણગારીને અથવા એવી જ જૂની ફ્રેમમાં ટર્ન લઇને શણગારો. પછી વાયર પર પોતાના ઇયર રિંગ્સ હૈંગ કરે. તેના પર સન ગ્લાસીસ હૈંગ કરી શકો છો.  

ફ્લાવર પોટ શણગારો
જો તમે પોતાના જૂના ફ્લાવરને જોઇને બોર થઇ ગયા તો ઇયરફોનના વાયરને દોરા, ટેપ, રિબન વગેરેને શણગારીને ફ્લાવર પોટને ચારેય તરફ લપેટી દો, તે એકદમ નવો દેખાવવા લાગશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news