ગુજરાતને કોઈ જાતિના નહીં ગુજરાતના મુખ્યમંત્રીની જરૂર, હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમાજના આધારે મુખ્યમંત્રી પદની માંગ કરી રહેલા નેતાઓને ટાર્ગેટ કર્યા છે. 
 

ગુજરાતને કોઈ જાતિના નહીં ગુજરાતના મુખ્યમંત્રીની જરૂર, હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અનેક લોકો પોતાના સમાજના મુખ્યમંત્રીઓની માંગ કરી રહ્યાં છે. નરેશ પટેલે પટેલ સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. તો ઠાકોર સમાજ દ્વારા તેના સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. આ મુદ્દે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સમાજના મુખ્યમંત્રીઓની માંગ કરી રહેલા નેતાઓને ટાર્ગેટ કર્યો છે. 

હાર્દિક પટેલે કરી પોસ્ટ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમાજના આધારે મુખ્યમંત્રી પદની માંગ કરી રહેલા નેતાઓને ટાર્ગેટ કર્યા છે. હાર્દિક પટેલે કહ્યુ કે, જાતિના આધારે પ્રદેશનું નેતૃત્વ માંગવાનું બંધ કરવામાં આવે. હાર્દિક પટેલે કહ્યુ કે, ગુજરાત આપણા સૌની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. પોતાની પોસ્ટમાં હાર્દિક પટેલે કહ્યુ કે, મારી જાતિના મુખ્યમંત્રી, તારી જાતિના મુખ્યમંત્રીની વાત કરી કર્મભૂમિનું અપમાન કરવું જોઈએ નહીં. આ સાથે હાર્દિક પટેલે પોતાની જાતિના નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહેલા નેતાઓ પર નિશાન સાધ્યુ છે. 

Open Photo

ગુજરાત માંગુ ગુજરાતનો મુખ્યમંત્રી
હાર્દિક પટેલે પોતાની પોસ્ટમાં કહ્યુ કે, ગુજરાતને ગુજરાતના મુખ્યમંત્રીની જરૂર છે. મુખ્યમંત્રી કોઈ સમાજના હોતા નથી. તે દરેક ગુજરાતીઓના હોય છે. હાર્દિક પટેલે કહ્યુ કે, તમામ સમાજનું ભલૂ કરે તેવા મુખ્યમંત્રીની જરૂર છે. આ સાથે હાર્દિક પટેલે સંદેશ આપ્યો કે ધર્મ અને જાતિની વાતો બંધ કરી લોકોની વાત કરવી જોઈએ. હાર્દિક પટેલે કહ્યુ કે, મુખ્યમંત્રી ગુજરાતના અન્ય દુખી સમાજનું કામ ન કરતા હોય તેવા મુખ્યમંત્રી કોઈ કામના નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news