Swift, Wagon R, Alto... બધાને ભૂલી જશો! 6.56 લાખની આ કારે બજારમાં મચાવી ધમાલ
Best Selling Car: મારુતિ સુઝુકી ભારતીય કાર માર્કેટમાં પોતાનો દબદબો જાળવે છે. ફેબ્રુઆરી 2023માં સૌથી વધુ વેચાતી ટોપ-4 કાર મારુતિ સુઝુકીની છે. આ બધી હેચબેક કાર છે.
Trending Photos
Best Selling Hatchback: મારુતિ સુઝુકી ભારતીય કાર માર્કેટમાં વર્ચસ્વ ધરાવે છે. ફેબ્રુઆરી 2023માં સૌથી વધુ વેચાતી ટોપ-4 કાર મારુતિ સુઝુકીની છે. આ બધી હેચબેક કાર છે. આ વાંચીને તમે વિચારતા જ હશો કે મારુતિ અલ્ટો અથવા વેગનઆર ફેબ્રુઆરીમાં પણ સૌથી વધુ વેચાતી કાર રહી હશે, કેમ કે તે પહેલાં ઘણા મહિનાઓમાં ટોપમાં આવી ચૂકી છે. પરંતુ, ફેબ્રુઆરીમાં આવું નથી. મારુતિ સુઝુકી બલેનો ફેબ્રુઆરી 2023 મહિનામાં સૌથી વધુ વેચાતી કાર છે. અલ્ટો, વેગનઆર અને સ્વિફ્ટને પાછળ છોડી દીધી છે.
Maruti Baleno:
મારુતિ સુઝુકી બલેનોએ ફેબ્રુઆરી 2023માં 18,592 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે ફેબ્રુઆરી 2022માં વેચાયેલા 12,570 યુનિટ્સ કરતાં 47.91 ટકા વધુ છે. ચાલો આપણે જાણીએ કે Maruti Baleno ની કિંમતની રેન્જ રૂ. 6.56 લાખથી રૂ. 9.83 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. તે પેટ્રોલ એન્જિન તેમજ CNG કિટ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
આ પણ વાંચો: Income Tax પેયર્સને મળશે અત્યાર સુધીની સૌથી મોટી ભેટ, મોદી સરકારે કર્યું મોટું પ્લાન
આ પણ વાંચો: શું તમે પણ બોટલનું પાણી પીઓ છો? જો પીતા હોવ તો થઈ જાવ સાવધાન
Maruti Swift :
ફેબ્રુઆરી 2023માં Maruti Swift બીજા નંબર પર રહી છે. જોકે, તેના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમણે ફેબ્રુઆરી 2023માં 18,412 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે ફેબ્રુઆરી 2022માં વેચાયેલા 19,202 યુનિટ કરતાં 4.11% ઓછું છે.
આ પણ વાંચો: ભારતના આ સ્થળ સામે સ્વિત્ઝરલેન્ડ પણ લાગશે ફિક્કું, પણ ભારતીયો માટે નો એન્ટ્રી
આ પણ વાંચો: કંપનીનો અનોખો આદેશ: ખરાબ પ્રદર્શન પર કર્મચારીઓ જ એકબીજાને મારે થપ્પડ, થઈ રહી છે ટીકા
આ પણ વાંચો: કમાલના છે આ 4 બેંક શેર! 1 વર્ષમાં 43% સુધીનું આપી શકે છે વળતર, એક્સપર્ટની સલાહ
Maruti Alto:
ફેબ્રુઆરી 2023માં મારુતિ સુઝુકી અલ્ટો ત્રીજા નંબરે હતી, તેણે 18,114 યુનિટ્સ વેચ્યા છે જ્યારે ફેબ્રુઆરી 2022માં 11,551 યુનિટ્સ વેચાયા હતા. તેના વેચાણમાં 56.82 ટકાનો વધારો થયો છે.
Maruti Wagon R:
મારુતિ વેગન આર ફેબ્રુઆરી 2023માં 16,889 એકમોના વેચાણ સાથે ચોથા નંબરે રહી હતી જ્યારે ફેબ્રુઆરી 2022માં 14,669 એકમોનું વેચાણ થયું હતું. વાર્ષિક ધોરણે તેનું વેચાણ 15.13% વધ્યું છે.
આ પણ વાંચો: વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધવો છે ખતરનાક! ભૂલથી પણ ન કરો આ ભૂલ
આ પણ વાંચો: મર્ડરના કિસિંગ સીન પર ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત વચ્ચે થયો હતો ઝઘડો, જાણો કારણ
આ પણ વાંચો: આ તારીખે જન્મેલા લોકો તેજસ્વી મનના માલિક હોય છે, દરેક ક્ષેત્રમાં મેળવે છે સફળતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે