Best Mileage Bike: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
Best Mileage Bike: જો તમે પણ નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો અમે તમારા માટે દેશની બેસ્ટ માઇલેજ બાઇક લઇને આવી છે. અમે જે બાઇકની વાત કરવા જઇ રહ્યા છીએ, તે પોતાની માઇલેજ માટે જાણિતી તો જ છે, સાથે જ એશિયા બુક ઓફ રેક્રોર્ડ્સમાં પણ પોતાનું નામ નોંધાવી ચૂકી છે.
Trending Photos
TVS Sport Price, Mileage, Specifications: દેશમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel) ની વધતી જતી કિંમતોએ ના ફક્ત કાર માલિકો, પરંતુ બાઇક ચાલકોના ખિસ્સા પર અસર પાડે છે. નવી બાઇક ખરીદતી વખતે તેની કિંમત અને ફીચર્સ ઉપરાંત નજર માઇલેજ પર પણ જાય છે. ગ્રાહકોને એવી બાઇક જોઇએ, જે દમદાર માઇલેજ આપતી હોય. એવામાં જો તમે પણ નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો અમે તમારા માટે દેશની બેસ્ટ માઇલેજ બાઇક લઇને આવ્યા છીએ. અમે જે બાઇકની વાત કરવા જઇ રહ્યા છીએ, તે પોતાની માઇલેજ માટે જાણિતી તો છે જ, સાથે જ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ પોતાનું નામ નોંધાવી ચૂકી છે.
આ બાઇક છે TVS Sport. આ ભારતીય બજારમાં ટીવીએસની એક લોકપ્રિય બાઇક છે. આ કંપનીની સૌથી સસ્તી મોટરસાઇકલ પણ છે. તેમાં તમને 100kmpl થી વધુ માઇલેજ મળશે. સાથે જ તેની કિંમત પણ વધુ નથી. અહીં અમે તમને આ બાઇકના તમામ સ્પેસિફિકેશન્સ અને કિંમતો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
100 રૂપિયામાં 110KM દોડશે
ટીવીએસ સ્પોર્ટ સૌથી વધુ માઇલેજ આપનાર બાઇક છે. માઇલેજના મામલે આ મોટરસાઇકલનું નામ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ આવી ચૂકી છે. આ બાઇકે 110kmpl સુધી માઇલેજ ઓફર કરી છે. હાલમાં આ બાઇકની કિંમત 61,577 રૂપિયાથી શરૂ થાય છે. આવો તેને એન્જીન વિશે જાણીએ.
TVS Sport માં 109.7cc નું સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ફ્યૂલ ઇંજેક્શન, એર કૂલ્ડ સ્પાર્ક ઇગ્નિશન, BS-VI એન્જીન મળે છે. જે 6.1kW@7350rpm મેક્સિમમ પાવર અને 8.7nm@4500rpm પીક ટોર્ક જનરેટ કરી શકે છે. તેની ટોપ સ્પીડ 90 km/h છે. તેની લંબાઇ- 1950mm, પહોળાઇ 705mm અને ઉંચાઇ 1080 mm છે. તેના વ્હીલબેસ 1236 છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે