બે સસ્તા ફોન લાવી રહ્યું છે OnePlus,આ મહિને આવી શકે છે Nord N10 5G અને Nord N100
ટેક બ્રાન્ડ વનપ્લસ છેલ્લા ઘણા વર્ષોમાં પ્રીમિયમ ડિવાઇઝ બનાવ્યા બાદ હવે અફોર્ડેબલ સેગમેન્ટમાં પરત આવી રહ્યું છે. કંપનીએ થોડા દિવસ પહેલા OnePlus Nord લોન્ચ કર્યો છે, જે હિટ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટેક બ્રાન્ડ વનપ્લસ છેલ્લા ઘણા વર્ષોમાં પ્રીમિયમ ડિવાઇઝ બનાવ્યા બાદ હવે અફોર્ડેબલ સેગમેન્ટમાં પરત આવી રહ્યું છે. કંપનીએ થોડા દિવસ પહેલા OnePlus Nord લોન્ચ કર્યો છે, જે હિટ રહ્યો છે. વનપ્લસ હવે બે નવા સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે અને નવી અફવાઓ પ્રમાણે બંન્ને સસ્તા ફોન ઓક્ટોબરના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. કંપની નવો OnePlus 8T ગ્લોબલી 14 ઓક્ટોબરે લાવવાની છે અને આ સાથે નવી ડિવાઇઝની ડીટેલ્સ શેર કરવામાં આવી શકે છે.
ટિપ્સટર મુકુલ શર્મા તરફથી કહેવામા આવ્યુ કે, OnePlus Nord N10 5G અને OnePlus Nord N100 સ્માર્ટફોન આ મહિનાના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. ટિપ્સટરે આ ડિવાઇઝ સાથે જોડાયેલા ટ્વીટમાં કહ્યું કે, બંન્ને નવા ફોન્સને યૂએસ માર્કેટમાં પણ ઉતારવામાં આવશે. તેવામાં એવી અટકળો પણ લાગી રહી છે કે વનપ્લસ બંન્ને નવી ડિવાઇઝ પહેલા યૂએસ માર્કેટમાં લાગી શકે છે ત્યારબાદ ભારતમાં લોન્ચ થઈ શકે છે. બંન્ને નવી ડિવાઇઝ કંપની મિડરેન્જ અને બજેટ સેગમેન્ટમાં લાવી શકે છે.
Nordથી ઓછી હશે કિંમત?
બંન્ને નવી ડિવાઇઝની કિંમત OnePlus Nordથી ઓછી કે તેની આસપાસ રહેવાની આશા છે. પરંતુ બંન્ને ડિવાઇઝને ભારતમાં લોન્ચ કરવાનું હજુ નક્કી નથી. તમને જણાવી દઈએ કે કંપનીએ OnePlus Nord બધા બાયર્સ માટે ગ્લોબલી અને યૂએસ માર્કેટમાં લોન્ચ કર્યું નથી. બની શકે કે OnePlus Nord N10 અને Nord N100ને યૂએસ માર્કેટ માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોય. પરંતુ કંપની ભારતમાં ઘણી સસ્તી ડિવાઇઝ લાવવાની વાત પહેલા કરી ચુકી છે.
જિયો યૂઝર્સે જમા કરાવવી પડશે ₹1800 સુધી સિક્યોરિટી ડિપોઝિટ, ત્યાર મળશે આ ફાયદા
આ હશે સ્પેસિફિકેશન્સ
સામે આવેલા લીક્સ પ્રમાણે Nord N10 5Gની કિંમત 30,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે અને તેમાં 6.49 ઇંચની FHD+ 90Hz ડિસ્પ્લે મળી શકે છે. લીક્સમાં કહેવામાં આવ્યું છે કે આ ડિવાઇઝમાં 6 જીબી રેમની સાથે કંપની ક્વાલકોમ સ્નેપડ્રેગન 690 પ્રોસેસર અને 128 જીબી સ્ટોરેજ મળી શકે છે, જેમાં 64 મેગાપિક્સલ મેન સેન્સરની સાથે 8 મેગાપિક્સલ વાઇડ એન્ગલ લેન્સ અને બાકી 2 મેગા પિક્સલ સેન્સર આપવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે