Vadodara is the only state where the number of alcoholics is shocking amid the alleged ban on alcohol News

કથિત દારૂબંધી વચ્ચે દારૂડીયાઓના માત્ર વડોદરાના જ આંકડા જોઇ ચોંકી ઉઠશો, મહિલાઓ ત્રાહી
ગુજરાતમાં આમ તો દારૂબંધી છે છતાં પણ દારૂનુ દૂષણ એટલી હદે વધી રહ્યું છે કે હવે પત્નીઓ જ દારૂડિયા પતિને પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પકડાવી રહી છે. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં આવા ઘણા બધા કેસો સામે આવ્યા છે શહેરમાં સરેરાશ દરરોજ એક પત્ની તેના દારૂડિયા પતિને પોલીસમાં પકડાવી રહી છે. વડોદરા શહેરના સાયબર ક્રાઇમ, મહિલા પોલીસ સ્ટેશન, ACB પોલીસ સ્ટેશન, DCB પોલીસ સ્ટેશન, રેલવે પોલીસ સહિત વિસ્તાર પ્રમાણે 27 પોલીસ સ્ટેશન આવેલ છે. આ તમામ પોલીસ સ્ટેશનોમાં એપ્રિલ મહિનામાં નોંધાયેલ તમામ FIRની તપાસ કરતા જાણવા મળ્યું છે કે એપ્રિલ-2022માં 30 મહિલાઓએ તેમના દારૂડિયા પતિને પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પકડાવી દીધા હતા. એટલે કે દરરોજ સરેરાશ એક પત્ની દારૂડિયા પતિના ત્રાસથી કંટાળીને પોલીસમાં ફોન કરવા મજબૂર બની રહી છે અને તેમને પોલીસને હવાલે કરી રહી છે. જે દારૂનું દૂષણ કેટલી હદે પરિવારોને બરબાદ કરી રહ્યું છે તે જણાવે છે.
May 14,2022, 22:50 PM IST

Trending news