Lions counting News

છેક ચોટીલા સુધી પહોંચી ગયેલા સિંહોની વસ્તી ગણતરી કરાશે, 7 જિલ્લામાં 8000 ક
આ વર્ષે મે મહિનામાં ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટીક સિંહો (Asiatic lions) ની ગણતરી હાથ ધરાશે. વન વિભાગ (Forest Deparatment) ના 2 હજાર કર્મચારીઓ સિંહની ગણતરીમાં જોડાશે. ગુજરાતના સિંહ પોતાના સીમાડા સતત વિસ્તારી રહ્યા છે ત્યારે પાંચ વર્ષ પછી યોજાનારી આ વસતી ગણતરી હવે 15 હજાર સ્કવેર કિમી વિસ્તારને બદલે 25 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તારમાં થવા જઇ રહી છે. અગાઉ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં જ સિંહની ગણતરી (Lions counting) થતી હતી. હવે સાત જિલ્લામાં સિંહોની ગણતરી હાથ ધરાશે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં 25 હજાર સ્ક્વેર કિમીમાં 8 હજારથી વધુ કેમેરાની મદદથી ગણતરી હાથ ધરવામાં આવશે. 2020ની સિંહની ગણતરી દરમિયાન સાવજોની દરેક મુવમેન્ટની નોંધ રાખવા 8 હજારથી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે. 
Jan 2,2020, 14:22 PM IST

Trending news