Easy loan News

કોઈ પણ ઝંઝટ વગર ઝડપથી મળી શકશે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો વિગતવાર
જો તમે ઓટો રિક્ષા ચલાવતા હોવ, કરિયાણા સ્ટોર હોય કે પછી કોઈ નાનો મોટો વેપાર કરતા હોવ, કોરોનાના કારણે તમારી રોજીરોટી સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે તો સરકારે તમારી પરેશાની સાંભળી લીધી છે. સૂત્રોના હવાલે મળેલી એક્સક્લુઝિવ ખબર મુજબ સરકાર નાના વેપારીઓ અને વ્યક્તિઓને સરળતાથી લોન મળી શકે તે માટે લોન પ્રક્રિયા (Loan Process) ને સરળ બનાવવાની તૈયારી કરી રહી છે. સરકારે આ માટે સોશિયલ માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂશન (Social Micro Finance Institute) બનાવવા પર કામ કરી રહી છે. જેના દ્વારા લોન પ્રક્રિયાને ઝડપી અને ખુબ સરળ કરી શકાશે. આ નાણાકીય સંસ્થાની રચનાને લઈને નીતિ આયોગની એક બેઠક 13 ઓગસ્ટે થવાની છે. આ  બેઠકમાં નીતિ આયોગના CEO અમિતાભ કાંત, MSMEના અધિકારી અને IIT દિલ્હીના પ્રોફેસર પણ ભાગ લેશે. આ બેઠકમાં નવી નાણાકીય સંસ્થાની રૂપરેખાને લઈને ચર્ચા થશે. 
Aug 11,2020, 9:41 AM IST

Trending news