Chekhla village News

અચાનક એક ગામડે પહોંચ્યા CM વિજય રૂપાણી, ગામની સ્થિતિ જાણી થયા આશ્ચર્ય ચકિત
જિલ્લાના  સાણંદ તાલુકાના ચેખલા ગામ સ્થિત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુખ્યમંત્રી વિજય રૂપણીએ મુલાકાત લીધી હતી. મારે ગામાડાઓને બચાવવા છે – સુરક્ષિત કરવાં છે એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડીશું તો જીત નિશ્ચિત છે. સાફ નિયત અને સાચી દિશાના પ્રયત્નો થી ગુજરાતને કોરોનામુક્ત કરીશું. ચેખલાના ચોરે રાજ્યના ગ્રામજનોને સકારાત્મક સંદેશો પણ આપ્યો હતો. ગામડાઓને કોરોના મુક્ત રાખવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આખી સરકાર-સંસાધનો કોરોનાની સામે અને પ્રજાની પડખે છે. કોરોનાને હરાવવા સરકાર રાજ્ય સરકાર કટિબદ્ધ છે - જરૂર છે સક્રિય લોક સહયોગની જરૂર છે. તાવ,શરદી,ખાસી જેવા લક્ષણો ને અવગણવાને બદલે સત્વરે ટેસ્ટ કરાવીએ છીએ. ગામમાં શંકાસ્પદ કે કોરોના પોઝિટિવ દર્દીઓ આઇસોલેસન સેન્ટરમાં જ રહે. 
May 9,2021, 17:11 PM IST

Trending news