ડુંગળીમાં રોગ News

ડુંગળીમાં ખેડૂતો કમાય તે પહેલા રોગ લાગુ પડતા ફરી ખેડૂતોનાં પેટ પર લાત
જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિ બાદ પણ ઈશ્વર વધુ કોપાયમાન હોય તેમ ચોમાસાની કસર શિયાળાના રવીપાકમાં કમાઈ લેવાની ખેડૂતોનો મનોકામનાઓ પર પાણી ફરી વળે તેવા સમીકરણો રવિપાકના ડુંગળીના પાકમાં રોગ આવતા નેસડી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મગફળીમાં ફૂગ આવ્યા બાદ ચોમાસાની અતિવૃષ્ટિએ ખેડૂતોને હેરાન કર્યા બાદ રવીપાકમાં ચોમાસાની કસર રવિપાકના વાવેતરમાં પુરી થઈ જવાની આશાઓ પર પાણી ફરી વળતું હાલ જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લાના રવીપાકમાં ઓણસાલ ડુંગળીનું વાવેતર વધુ ખેડૂતોએ કર્યું છે. હાલ ડુંગળીના ભાવો પણ સારા હોવાથી ખેડૂતોને ચોમાસાની ઉણપ રવિપાકના વાવેતરમાં સારી થવાની હતી પણ થોડા દિવસોથી ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ જોવા મળ્યો છે. જે ડુંગળીને જમીનમાં જ પાક થતો નથી ને ડુંગળી અંદર પાકતી નથી ને ખેડૂતો મૂંઝવણમાં મુકાંઈ ગયા છે.
Jan 24,2020, 17:50 PM IST

Trending news