6,6,6,6,6...સંજૂ સેમસને દેખાડ્યું રૌદ્રરૂપ! દશેરાના દિવસે હૈદરાબાદમાં વિસ્ફોટક ઈનિંગ

India vs Bangladesh 3rd T20 Sanju Samson: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 3 ટી20 મેચોની સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો.

6,6,6,6,6...સંજૂ સેમસને દેખાડ્યું રૌદ્રરૂપ! દશેરાના દિવસે હૈદરાબાદમાં વિસ્ફોટક ઈનિંગ

India vs Bangladesh 3rd T20 Sanju Samson: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 3 ટી20 મેચોની સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ હૈદરાબાદમાં રમાઈ. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારત માટે સંજૂ સેમસન અને અભિષેક શર્મા બેટિંગ કરવા ઉતર્યા. અભિષેકનું બેટ આ મેચમાં ચાલ્યું નહોતું અને તે માત્ર 4 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. ત્યારબાદ સેમસનનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું.

રિશાદની ઓવરમાં 5 સિક્સર
સેમસને બાંગ્લાદેશી બોલરને તહસ નહસ કરી નાંખ્યો. તેણે મેદાનની ચારેબાજુ મોટા મોટા મોટા શોટ લગાવ્યા હતા. કોઈ પણ બોલરને બક્ષ્યો નહોતો. ઈનિંગની 10મી ઓવરમાં તો તેણે તહેલકા મચાવી દીધો. સેમસને રિશાદ હુસૈનની ઓવરમાં સળંગ 5 સિક્સર ફટકારી. પહેલા બોલ પર તે રન બનાવી શક્યો નહોતો. ત્યારબાદ આગામી પાંચ બોલને બાઉન્ડ્રી બહાર મોકલી લીધા હતા. સેમસને જણાવી દીધું કે કેમ તેનામાં આટલું ટેલેન્ટેડ માનવામાં આવે છે.

— JioCinema (@JioCinema) October 12, 2024

તસ્કીનને સળંગ 4 ચોગ્ગા
સેમસને ઈનિંગની શરૂઆત આક્રમક અંદાજમાં કરી હતી. તેણે ઈનિંગની બીજી ઓવરમાં તસ્કીન અહમદની જોરદાર પીટાઈ કરી હતી. આ ઓવરમાં સેમસને સળંગ ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. પછી તેણે 22 બોલ પર અડધીસદી પુરી કરી હતી. અડધીસદી પુરી થયા બાદ સેમસન જોરથી બૂમો પાડવા લાગ્યો અને હવામાં બેટ લહેરાવ્યું હતું. કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેણે ગળે લગાવ્યો હતો અને સાથે જશ્ન મનાવ્યો. સેમસન આટલેથી રોકાયો નહોતો અને તાબડતોડ બેટિંગ ચાલું રાખી.

What an exhilarating knock from the #TeamIndia opener 👏👏

That's the 2nd Fastest T20I century for India after Rohit Sharma 👌👌

— BCCI (@BCCI) October 12, 2024

દશેરાના દિવસે આતશબાજી
સેમસન છેલ્લી 4 મેચોમાં ફેલ રહ્યો હતો. તે દરમિયન સેમસન બે વાર શૂન્ય પર આઉટ થયો. તેણે આ વખતે હિસાબ ચૂકતે કર્યો હતો અને દશેરાના દિવસે ચોગ્ગા-સિક્સરની આતશબાજી કરી નાંખી. તેણે 40 બોલમાં પોતાની સદી પુરી કરી નાંખી. સદી લગાવ્યા બાદ તે સૂર્યાની પાસે ગયો. ભારતીય કેપ્ટને તેણે ગળે લગાવ્યો. ડ્રેસિંગ રૂમમાં હાજર તમામ સભ્યો તેના માટે ઉભા થઈને તાળીઓનો ગડગડાટ કરતા રહ્યા. સેમસને પોતાની પહેલી સદી ચોગ્ગાથી પુરી કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news