ડોન બ્રેડમેન કરતા વધુ એવરેજ...છતાં 28ની ઉંમરે કરિયર ખતમ થઈ ગયું, ભારતનો સૌથી બદનસીબ ક્રિકેટર
ભારતીય ક્રિકટેમાં એક એવો પણ ખેલાડી આવ્યો જેની સરેરાશ મહાન ડોન બ્રેડમેન કરતા વધુ રહી. પરંતુ કમનસીબી તો જુઓ ફક્ત 28 વર્ષની ઉંમરે જ તેણે પોતાની છેલ્લી મેચ રમવાનો વારો આવી ગયો.
Trending Photos
જ્યારે પણ ટેસ્ટની વાત આવે છે ત્યારે સૌથી ઉપર ડોન બ્રેડમેનનું નામ આવે છે. 52 ટેસ્ટ મેચની કરિયરમાં 99.94 ની અવિશ્વસનીય સરેરાશ. તેની બરાબરી કરવી લગભગ અશક્ય છે. બીજી બાજુ જો એવા કોઈ ક્રિકેટર હોય જે ઈતિહાસમાં મહાન ખેલાડી હોય તો તે સચિન તેંડુલકરનું નામ લઈ શકાય. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારા, ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર, વનડેમાં બેવડી સદી સદી કરનારા પહેલા બેટર અને બીજા પણ અનેક રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટરના નામે છે. ભારતીય ક્રિકટેમાં એક એવો પણ ખેલાડી આવ્યો જેની સરેરાશ મહાન ડોન બ્રેડમેન કરતા વધુ રહી. પરંતુ કમનસીબી તો જુઓ ફક્ત 28 વર્ષની ઉંમરે જ તેણે પોતાની છેલ્લી મેચ રમવાનો વારો આવી ગયો.
19 વર્ષની ઉંમરે ડેબ્યુ
બ્રેડમેન અને સચિન તેંડુલકર આ બંને ક્રિકેટની ઓળખ કહીએ તો ખોટું નહીં હોય. આ બંને દિગ્ગજોથી આગળ નીકળવું લગભગ મુશ્કેલ છે. પરંતુ માનો કે ન માનો, 1990ના દાયકાની શરૂઆતમાં એક ભારતીય બેટ્સમેને પોતાની કરિયરની શરૂઆત એટલી જબરદસ્ત રીતે કરી કે દરેક જણ દંગ રહી ગયા હતા. વર્ષ હતું 1991નું...તેંડુલકર પોતાના ઈન્ટરનેશનલ કરિયરના ફક્ત બે વર્ષની અંદર સૌથી રોમાંચક યુવા બેટ્સમેન હતા. કપિલ દેવ પોતાના કરિયરના અંતિમ પડાવ પર હતા. તેંડુલરકર અને મોહમ્મદ અઝહરૂદ્દીનને બાદ કરતા ભારતને બેટિંગ ક્રમમાં નેતૃત્વ કરનારા યુવા ખેલાડીઓની જરૂર હતી. આથી જ્યારે ભારત ટ્રાય સિરીઝમાં પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમવા માટે શારજહા ગયું તો બીસીસીઆઈએ 19 વર્ષના એક ખેલાડીને ડેબ્યુ કરવાની તક આપી. આ ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ સચિન તેંડુલકરનો બાળપણનો મિત્ર અને હાલમાં જ જેમનો વીડિયો વાયરલ થયો હતો તે વિનોદ કાંબલી છે.
શરૂઆતનું વર્ષ ખરાબ...પછી છોડી છાપ
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેમનું પહેલું વર્ષ બહું સારું ન રહ્યું નહી. મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા તેમણે પોતાની કરિયરના પહેલા 15 મહિનામાં 9 વનડે મેચ રમી. 7 ઈનિંગમાં 122 રન કર્યા બાદ તેમને ટીમમાંથી બહાર કરી દેવાયા. તેમણે તે વર્ષે રાહ જોવી પડી. જ્યાંથી દુનિયાએ તેમને ઓળખી તે વર્ષ હતું 1992....નું કાંબલીએ વર્ષની શરૂઆત જયપુરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ અણનમ સદીથી કરી. ત્યારબાદ તેમનું ટેસ્ટ ડેબ્યુ થયું. કોલકાતાના ઈડન ગાર્ડન્સે પહેલી ટેસ્ટનું આયોજન કર્યું તો આ એક ખાસ પ્લેયરની શરૂઆત હતી. જેણે અનેક લોકો એક ખાસ કરિયરની શરૂઆત માનતા હતા. એક સ્પેશિયલ વિનોદ કાંબલીની શરૂઆત...
બ્રેડમેનથી પણ દમદાર સરેરાશ
કાંબલીએ ટેસ્ટ ક્રિકેટમાં પગ મૂકતા જ જાણે ભૂકંપ સર્જી નાખ્યો. ફક્ત 7 ટેસ્ટ મેચ રમીને કાંબલીએ ઈંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ બે સદી અને સતત બે બેવડી સદી (224 અને 227) ઠોકી દીધી. 7 ટેસ્ટ મેચો બાદ કાંબલી ( તે વખતે ઉંમર હતી 22 વર્ષ)એ 100.4 ની બેટિંગ સરેરાશથી 793 રન કર્યા હતા. સરેરાશ બ્રેડમેન કરતા પણ વધુ હતી. આટલી જબરદસ્ત શરૂઆત બાદ પણ એક ખેલાડીએ બધુ ગુમાવી દેવાનો વારો આવ્યો એ વાત પર વિશ્વાસ કરવો એ થોડું અઘરું થઈ પડે.
ભારતનો સૌથી યુવા ડબલ સેન્ચ્યુરી મારનાર ખેલાડી
કદાચ બહુ ઓછા ક્રિકેટ પ્રેમીઓ જાણતા હશે કે વિનોદ કાંબલી ભારતીય ક્રિકેટમાં સૌથી યુવા વયના બેવડી સદી (ટેસ્ટ) ફટકારનારા બેટ્સમેન છે. તેમણે 21 વર્ષ અને 32 દિવસની ઉંમરે આ કરિશ્મા 1993માં કર્યો હતો. કરિયરની પોતાની ત્રીજી જ ટેસ્ટમાં કાંબલીએ આ કમાલ કરી નાખ્યો હતો. અત્યાર સુધી તેમનો આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. જાણીને નવાઈ લાગશે કે તેંડુલકરે પોતાની પહેલી બેવડી સદી માટે 6 વર્ષ રાહ જોવી પડી તી. તેમણે 1999માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ કારનામું કર્યું હતું.
આ પહેલા કાંબલીનો દુનિયામાં ડંકો વાગતો હતો. તેમનું ફોર્મ અચાનક ડાઉન થઈ ગયું. 1996 વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં ભારત શ્રીલંકા સામે હાર્યા બાદ લાંબા સમય સુધી કાંબલીની અશ્રુભીની આંખોવાળી છબી લોકોના માનસપટલ પર છવાયેલી રહી. ત્યારે તે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી ચૂક્યા હતા. ટેસ્ટમાં ફક્ત 2 જ વર્ષ કાંબલી રમી શક્યા. 1993માં ડેબ્યુ અને 1995માં અંતિમ ટેસ્ટ. શ્રીલંકા વિરુદ્ધ 120 રન કર્યા બાદ કાંબલી પોતાની આગામી 10 ટેસ્ટ મેચમોમાં ફક્ત 2 અડધી સદી ફટકારી શક્યા. તે સમયે તેમની આ રીતની વાપસી એટલી પણ ખરાબ ન કહી શકાય કે તેમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવે. જો કે ફક્ત મેદાનમાં પ્રદર્શનમાં કમી જ કાંબલીના ટીમમાંથી આઉટ થવા પાછળનું એકમાત્ર કારણ નહતું. મેદાન બહાર પણ તેમની ગતિવિધિઓનો તેમાં મોટો ફાળો રહ્યો.
અનેક તક મળી છતાં 28ની ઉંમરમાં કરિયર પૂરું
1991થી 2000 વચ્ચે કાંબલીએ ભારતીય ટીમમાં 9 વખત વાપસી કરી. 2000માં તેમની કરિયર પૂરી થઈ તે વખતે તેમની ઉંમર ફક્ત 28 વર્ષ હતી. કાંબલીએ 9 વર્ષમાં ભારત માટે 101 વનડે મેચ રમી. જેમાં 32.59 ની સરેરાશથી 2477 રન કર્યા. જેમાં બે સદી સામેલ છે. જ્યારે તેમની ટેસ્ટ કરિયર 17 મેચની રહી જેમાં 1084 રન કર્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે