Hardik Pandya: ગંભીરના રાજમાં સટાસટી! હાર્દિકની 'લંકા' લાગી, રોહિત-કોહલીની પણ રજાઓ કેન્સલ!
Team India Announced: ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરની કોચિંગવાળી સ્પેશિયલ ટીમ પોલિસી લાગૂ થઈ ચૂકી છે. બીસીસીઆઈએ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. જેમાં ઘણા ખેલાડીઓની કિસ્મત ચમકી છે તો કોઈને ખરાબ સમાચાર મળ્યા છે. જેમાં એક નામ હાર્દિક પાંડ્યાનું પણ છે.
Trending Photos
Hardik Pandya: ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરની કોચિંગવાળી સ્પેશિયલ ટીમ પોલિસી લાગૂ થઈ ચૂકી છે. BCCI એ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. જેમાં ઘણા ખેલાડીઓનું નસીબ ચમકી ગયું છે કો કોઈનું સિતારા જમીન પર પછડાયા છે. સૌથી મોટો નિર્ણય ટી20 ટીમની કેપ્ટનને લઈને આવ્યો છે જે પ્રશંસકોના વિચાર બહાર આવ્યો છે. ટી20માં બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં સોંપી છે.
હાર્દિકના હાથમાંથી ગઈ વાઈસ કેપ્ટનશિપ
ટી20 વર્લ્ડકપ 2024માં રોહિત શર્મા ટીમના કેપ્ટન હતા અને હાર્દિક પાંડ્યાના હાથમાં વાઈસ કેપ્ટનશિપ સોંપી હતી. પરંતુ ગંભીરના રાજમાં હવે હાર્દિકના હાથમાંથી એ તક પણ નીકળી ગઈ છે. ઝિમ્બાબ્વે સીરિઝમાં શુભમન ગિલની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા 4-1થી જીત મેળવી હતી. જેના કારણે બીસીસીઆઈનો તેની તરફ સોફ્ટ કોર્નર જોવા મળ્યો છે. હાર્દિક ટી20 ટીમનો એક ખેલાડી તરીકે ભાગ હશે અને ટીમનો વાઇસ કેપ્ટન શુભમન ગિલ હશે.
રોહિત-કોહલીને પણ ના મળ્યો રેસ્ટ
ટી20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવાના સમાચાર ચાલી રહ્યા હતા. પરંતુ તેમણે પણ શ્રીલંકા પ્રવાસમાં બ્રેક મળ્યો નથી. બન્ને દિગ્ગજ વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ રહેશે. વનડે ટીમની કેપ્ટનશિપ રોહિત શર્માના હાથોમાં હશે, જ્યારે વાઈસ કેપ્ટન અહીં પણ શુભમન ગિલને બનાવવામાં આવ્યો છે. વર્લ્ડ કપનો ભાગ રહેલા અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાઝને પણ શ્રીલંકા પ્રવાસ પર મોકો મળ્યો છે.
શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ. સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.
T20 શ્રેણી માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નો, રવિ. અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ. સિરાજ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે