સરફરાજ અહમદની છિનવાઇ ગઇ કેપ્ટનશિપ, બદલામાં પાકિસ્તાનને મળ્યા બે નવા કેપ્ટન
પાકિસ્તાન ક્રિકેટ ટીમે આગામી મહિને ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ ટી20 અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સીરીઝને જોતાં પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો ચેહ. તેણે સરફરાજ અહમદ ને ટી20 અને ટેસ્ટ, એટલે કે બંને ટીમોની કેપ્ટનશિપથી હટાવી દીધો છે. અઝહર અલીને અરફરાજની જગ્યાએ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો છે.
Trending Photos
લાહોર: પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ શ્રીલંકા વિરૂદ્ધ ખરાબ હારનો સામનો કર્યા બાદ કેપ્ટન સરફરાજ અહમદને દૂર કેપ્ટન પદેથી દૂર કર્યો છે. શ્રીલંકાએ તાજેતરમાં જ પાકિસ્તાનને તેના ઘરે જઇને ટી20 સીરીઝમાં 3-0થી હરાવ્યું હતું.
પાકિસ્તાન ક્રિકેટ ટીમે આગામી મહિને ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ ટી20 અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સીરીઝને જોતાં પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો ચેહ. તેણે સરફરાજ અહમદ ને ટી20 અને ટેસ્ટ, એટલે કે બંને ટીમોની કેપ્ટનશિપથી હટાવી દીધો છે. અઝહર અલીને અરફરાજની જગ્યાએ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ટી20 ટીમની કેપ્ટનશિપ બાબર આજમને સોંપવામાં આવી છે.
પાકિસ્તાનના મુખ્ય કોચ મિસ્બાહ ઉલ હક પણ ટીમના કેપ્ટનના રૂપમાં સરફરાજના પ્રદર્શનથી ખુશ ન હતા. તેમણે પીસીબીના સીઇઓ વસીમ ખાન સમક્ષ આ મુદ્દે પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારથી કહેવામાં આવી રહ્યું હતું કે સરફરાજ અહમદ પાસેથી કેપ્ટનશિપ છિનવાઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે