રોહિત શર્માની ગેરહાજરીમાં આ શું કરી બેઠી રિતિકા? વિવાદોના વંટોળમાં ફસાઈ, કરી ગડબડ!

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ટી20 વર્લ્ડકપ માટે રોડમેપ તૈયાર કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યા છે. પરંતુ રોહિતની પત્ની રિતિકા વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. જો કે, રોહિતની પત્નીએ તેના માટે એક કદમ પાછીપાની કરી લીધી છે. પરંતુ ફેન્સ તેણે સતત ટ્રોલ કરતા નજરે પડી રહ્યા છે.

રોહિત શર્માની ગેરહાજરીમાં આ શું કરી બેઠી રિતિકા? વિવાદોના વંટોળમાં ફસાઈ, કરી ગડબડ!

ઝી બ્યુરો/નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ માટે રોડમેપ તૈયાર કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યા છે. પરંતુ તેમની પત્ની રિતિકા ઈન્ડિયામાં એક વિવાદમાં ફસાઈ છે. જો કે, રોહિતની પત્નીએ તેના માટે એક કદમ પાછીપાની કરી છે. પરંતુ તેમ છતાં પ્રશંસકો સતત ટ્રોલ કરતા નજરે પડી રહ્યા છે. જોકે, રિતિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક એવી સ્ટોરી લગાવી કે ફેન્સ ભડકી ઉઠ્યા હતા. જોકે, ટ્રોલ થયા બાદ થોડીક જ મિનિટોમાં રિતિકાએ તે સ્ટોરીને ડિલીટ મારી દીધી હતી.

ઈન્સ્ટા સ્ટોરીમાં શું હતું?
રિતિકાએ 29 મેના રોજ ઈન્સ્ટા સ્ટોરી પર ગાજામાં ચાલી રહેલા યુદ્ધ અભિયાનનો પ્રચાર કર્યો. ઘણા લોકો ઈન્સ્ટાગ્રામ પર 'ઓલ આઈઝ ઓન રફા' પોસ્ટ કરી તમામનું ધ્યાન આકરષિક કરી રહ્યા છે. પરંતુ રિતિકાએ આ લગાવ્યું તો ઘણા પ્રશંસકો તેણે ટ્રોલ કરવા લાગ્યા. એક યૂઝર્સે રિતિકાનો સ્ક્રીનશોર્ટ લગાવીને પોસ્ટ કરીને લખ્યું, આ કાશ્મીરી પંડિતો વિશે નથી બોલતી અને ફિલિસ્તાની અને ગાજા વિશે વાત કરે છે.

Never talk about Kashmiri pandits....

Never talk about Hindus in Pakistan and Bangladesh ...

But showing too much care about Palestine and Gaza🤡#RishabhPant #RitikaSajdeh #AllEyesOnRafah #Gaza pic.twitter.com/fBBq5ILPp6

— The Intellectual (@SonuGup90911518) May 28, 2024

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે રિતિકા
રિતિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સ્ટેડિયમમાં પણ રોહિતના સપોર્ટમાં રિતિકા નજરે પડે છે. એવામાં તેમના ઘણા ફોટા અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જોકે, એવું ખુબ ઓછું જોવા મળ્યું છે કે જ્યાં રિતિકા ટ્રોલ થઈ હોય. ઘણા યૂઝર્સે અજાણતામાં આ પોસ્ટને સ્ટોરી પર શેર કરી છે. જેમાં રિતિકા પણ એક હોઈ શકે છે. તેમની પોસ્ટ ડિલીટ કર્યા બાદ હવે મામલો ઠંડો પડી ચૂક્યો છે.

ટી20 વર્લ્ડકપની તૈયારી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ટીમના અન્ય ખેલાડીઓ આઈપીએલ બાદ ટી20 વર્લ્ડકપ માટે અમેરિકા પહોંચી ચૂક્યા છે. હવે જોવાનું રહેશે કે રોહિતને સાત સમુદ્ર પાર મહામુકાબલામાં ફેમિલી સપોર્ટ મળે છે કે નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news