Video: પીએમ મોદીએ હોકી ટીમના કેપ્ટન અને કોચ સાથે કરી વાત, કહ્યું- તમારા પર દેશને ગર્વ છે
હોકી ટીમની શાનદાર જીતનો જશ્ન દેશ મનાવી રહ્યો છે. ખુદ પીએમ મોદીએ ફોન કરી હોકી ટીમને શુભેચ્છા આપી છે. પીએમ મોદી સાથે હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને કોચ ગ્રાહમ રીડની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ માટેની ભારત અને જર્મનીની મૅચ અત્યંત રોમાંચક સ્થિતિમાં પહોંચી હતી અને બન્ને ટીમે વિજય મેળવા માટે તમામ પ્રયાસો કર્યા. હાફ ટાઇમ પૂરો થયો ત્યાં સુધી બન્ને ટીમો 3-3 ગોલ સાથે સમાન સ્કૉર પર હતી. જો કે ત્યાર બાદ સિમરનજીત સિંહના બે ગોલની મદદથી ભારતે જોરદાર વાપસી કરી ઓલિમ્પિકના બાકી મુકાબલામાં જર્મનીને 5-4થી પરાજય આપ્યો. આ સાથે ભારતે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ટીમની આ સફળતા પર પીએમ મોદીએ ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને કોચ ગ્રાહમ રીડ સાથે વાત કરી છે. જેનો વીડિયો સામે આવ્યો છે.
હોકી ટીમે જે કર્યુ, આજે દેશ નાચી રહ્યો છેઃ પીએમ મોદી
ફોન પર કેપ્ટન મનપ્રીત સિંહને પીએમ મોદી કહી રહ્યા છે, મનપ્રીત ખુબ ખુબ શુભેચ્છા. તમે અને ટીમે જે કર્યુ છે, તેનાથી દેશ નાચી રહ્યો છે. આખી ટીમે મહેનત કરી છે. મારા તરફથી ટીમને શુભકામનાઓ આપજો. તેમણે કહ્યુ- આજે દેશ તમારા બધા પર ગર્વ કરી રહ્યો છે. ત્યારબાદ પીએમ મોદીએ ટીમના કોચ ગ્રાહમ રીડ સાથે વાત કરી હતી.
જુઓ વીડિયો
The Captain and Coach of the Indian Men’s Hockey Team🏑 🇮🇳 had a surprise caller after their historic victory this morning in #Tokyo2020
Listen in and send in your wishes as the country celebrates an #Olympics medal in hockey after 41 years👏🏼🎉
And don’t forget to #Cheer4India pic.twitter.com/XU0VNXeSMw
— SAIMedia (@Media_SAI) August 5, 2021
પીએમ મોદીએ ટ્વીટ કરી આપી શુભેચ્છા
ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ (Narendra Modi) ટ્વીટ કરી કહ્યુ- ઐતિહાસિક! એક એવો દિવસ જે દરેક ભારતીયની યાદમાં અંકિત થશે. બ્રોન્ઝ મેડલ જીતવા માટે આપણી પુરૂષ હોકી ટીમને શુભેચ્છા. આ સિદ્ધિ સાથે તેણે દેશ અને ખાસ કરીને આપણા યુવાઓની કલ્પના પર કબજો કરી લીધો છે. ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ છે.
આ પણ વાંચોઃ Tokyo Olympics: બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમ પર ઇનામોનો વરસાદ, દરેક ખેલાડીના મળશે આટલા કરોડ
1980 પછી ભારતે જીત્યો મેડલ
આખરે 1980 બાદ ભારતના કરોડો હોકી ચાહકો માટે મહત્વના સમાચાર મળ્યા છે. ભારતીય ટીમે 1980ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય હોકીનો તે ગોલ્ડન પીરિયર જતો રહ્યો... પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષમાં ભારતીય હોકી ટીમે ખુબ પ્રગતિ કરી છે. આજે 41 વર્ષ બાદ ભારતને હોકીમાં મેડલ મળ્યો છે. આ બ્રોન્ઝ મેડલ પણ ભારતીય હોકીના નવા અધ્યાય માટે ગોલ્ડ મેડલથી ઓછો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે