IND vs ENG: ફિટ થયો આ ભારતીય ફાસ્ટ બોલર, ત્રીજી ટેસ્ટમાં કરી શકે છે વાપસી

મોહમ્મદ શમીએ એક ટ્વીટ કર્યુ છે, જેમાં તે બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. શમી આ સમયે બેંગલુરૂની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં નવદીપ સૈનીની સાથે ટ્રેનિંગ કરી રહ્યો છે.

IND vs ENG: ફિટ થયો આ ભારતીય ફાસ્ટ બોલર, ત્રીજી ટેસ્ટમાં કરી શકે છે વાપસી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ચેન્નઈમાં ઈંગ્લેન્ડ (IND vs ENG) સામે ચાર ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રથમ મુકાબલો રમી રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે શાનદાર બેટિંગ કરતા રનનો પહાડ ઉભો કર્યો છે. ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે દિવસ દરમિયાન ભારતની બોલિંગ સાધારણ લાગી હતી. હવે ભારત માટે રાહતના સમાચાર છે કે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) ફિટ થઈ ગયો છે. 

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલ મોહમ્મદ શમી (Mohammed Shami)  ફિટ થઈને મેદાન પર વાપસી કરી ચુક્યો છે. 19 ડિસેમ્બરે એડિલેડ ટેસ્ટ દરમિયાન બીજી ઈનિંગમાં બેટિંગ દરમિયાન શમીને પેટ કમિન્સનો બોલ વાગ્યો હતો. તેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ઈજાને કારણે તે ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ મેચ માટે પણ બહાર છે. 

મોહમ્મદ શમીએ એક ટ્વીટ કર્યુ છે, જેમાં તે બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. શમી આ સમયે બેંગલુરૂની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં નવદીપ સૈનીની સાથે ટ્રેનિંગ કરી રહ્યો છે. સૈનીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રિસબેનમાં રમાયેલી સિરીઝની અંતિમ મેચમાં ગ્રોઇંગ ઇંજરી થઈ હતી. 

પીટીઆઈ પ્રમાણે શમીની કોણી હવે સારી છે. તેને આગામી થોડા દિવસ હળવી નેટ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. તેને આ સમયે દરરોજ 18 બોલ ફેંકવાની સલાહ આપવામાં આવી છે. તેમાં પણ ઓછુ જોર લગાવવાનું કહેવામાં આવ્યું છે. ધીમે-ધીમે શમી પોતાના ફોર્મમાં પરત ફરશે. 

પિંક બોલ ટેસ્ટ પહેલા બે સપ્તાહનો સમય
પિંક બોલ ટેસ્ટ મેચ (pink ball test) શરૂ થવામાં હજુ બે સપ્તાહનો સમય છે. અમદાવાદમાં 24 ફેબ્રુઆરીથી રમાનારી ત્રીજી ટેસ્ટ ડે-નાઇટ મેચ રમાશે. આ પહેલા શમી ફિટ થઈ જશે તો તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવશે. મહત્વનું છે કે આ સિરીઝમાં ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઈજાને કારણે બહાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news