IPL 2020: KKR vs SRH- પ્રથમ વિજય મેળવવા ટકરાશે વોર્નર-કાર્તિક, આ હોઈ શકે છે સંભવિત ઇલેવન
કોલકત્તા નાઇટ રાઇડર્સનો મુકાબલો આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. બંન્ને ટીમો પોતાની પહેલી મેચમાં હારી ચુકી છે અને બંન્નેનો પ્રયાસ જીતનું ખાતુ ખોલવાનો હશે. ટીમો સંતુલિત છે પરંતુ જોઈએ કોનો દાવ પડશે ભારે.
Trending Photos
દુબઈઃ વર્ષ 2017મા પ્રથમવાર કોલકત્તા નાઇટ રાઇડર્સે સુનીલ નરેનને ઈનિંગની શરૂઆત કરવાની જવાબદારી આપી. આ પ્રયોગે તેને ઘણી સફળતા અપાવી. પરંતુ હવે આ પ્રયોગનો અંત થઈ શકે છે કારણ કે શોર્ટ બોલ વિરુદ્ધ નરેનની નબળાઈ જગજાહેર થઈ ચુકી છે. નરેન શોર્ટ બોલની સામે સંઘર્ષ કરે છે અને વિરોધી ટીમ તેનો ફાયદો ઉઠાવે છે.
2018 સુધી તેણે 175ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા પરંતુ પાછલા વર્ષથી તે ઘટી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પ્રથમ મેચમાં પણ નરેન શોર્ટ બોલ પર આઉટ થયો હતો. પરંતુ નરેનની બોલિંગ તેને ટીમમાં સ્થાન અપાવવા માટે પૂરતી છે. પરંતુ ઓપનર તરીકે કોલકત્તાએ જલદી કોઈ વિકલ્પ પર વિચાર કરવો પડી શકે છે.
સનરાઇઝર્સની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ વિરુદ્ધ મેચમાં વધુ ભૂલ કરી નથી. યુજવેન્દ્ર ચહલની એક ઓવરે તેનો ગેમ બગાડી દીધી હતી. બેંગલોર વિરુદ્ધ મેચમાં તેનું મિડલ ઓર્ડર ભારતીય હતું અને તેમાં અનુભવની કમી હતી. પ્રિયમ ગર્ગ અને વિજય શંકર પ્રભાવ છોડી શક્યા નથી. પરંતુ ટીમ સંતુલિત છે અને વાપસીની ક્ષમતા ધરાવે છે.
હેડ-ટૂ-હેડ
બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી 17 મેચ રમાઇ છે. તેમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદે સાત અને કોલકત્તા નાઇટ રાઇડર્સે 10 મેચ જીતી છે. જો વાત છેલ્લી પાંચ મેચની આવે તો હૈદરાબાદ થોડું આગળ રહ્યું છે. છેલ્લા પાંચ મેચમાંથી સનરાઇઝર્સે ત્રણ જીત મેળવી છે.
ભૂસ્ખલનના કારણે કાળમાળ નીચે દબાઇ જતાં ક્રિકેટરનું મોત
સંભવિત ઇલેવન
કોલકત્તા નાઇટ રાઇડર્સ
સુનીલ નરેન, શુભમન ગિલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર/કેપ્ટન), નીતીશ રાણા, ઇયોન મોર્ગન, આંદ્રે રસેલ, રાહુલ ત્રિપાઠી, પેટ કમિન્સ, કુલદીપ યાદવ, શિવમ માવી, સંદીપ વોરિયર.
સનરાઇઝર્સ હૈદરાબાદ
જોની બેયરસ્ટો (વિકેટકીપર), ડેવિડ વોર્નર (કેપ્ટન), મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, કેન વિલિયમસન, વિજય શંકર, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સંદીપ શર્મા, નટરાજન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે