CSK vs PBKS: આજે પંજાબ કિંગ્સને ટક્કર આપશે યલ્લો આર્મી, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ મેચ
IPL 2023: IPL 2023માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
Trending Photos
Chennai Super Kings vs Punjab Kings: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થશે. આ મેચ જીતીને CSK ટીમ ફરી એકવાર પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવા પ્રયાસ કરશે. બીજી તરફ પંજાબ કિંગ્સની ટીમ પ્લેઓફમાં જવાની આશા જાળવી રાખવા પ્રયાસ કરશે. જો કે બંને ટીમો અગાઉની મેચ હારી ચૂકી છે. આવી સ્થિતિમાં CSK અને પંજાબ વચ્ચેની આ મેચમાં કાંટાની ટક્કર જોવા મળશે.
બંને ટીમો વાપસી કરવા માંગે છે
ચેન્નાઈ સુપર કિંગ્સે 27 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાને આ મેચ 32 રને જીતી હતી. અને 28 એપ્રિલે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સ સામે 56 રને જીત નોંધાવી હતી. પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો CSKની ટીમ ચોથા અને પંજાબની ટીમ છઠ્ઠા નંબર પર છે.
મેચ ક્યાં રમાશે?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
આ પણ વાંચો:
બોલિવૂડ સુપર સ્ટાર અક્ષય કુમારે UAEમાં નિર્માણાધીન BAPS હિંદુ મંદિરની લીધી મુલાકાત
જાણો એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે
વસ્તી વધારવા ચીનનો નવો પેતરો! બાળકો પેદા કરવા મહિલાઓ માટે લાગુ કરાયો વિચિત્ર નિયમ
મેચ કયા સમયે શરૂ થશે?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાનારી મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા એટલે કે 3 વાગ્યે ટોસ થશે.
મેચનું લાઈવ ટેલિકાસ્ટ
ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ઘણી ચેનલો પર જોઈ શકાય છે. જે ઘણી ભાષાઓમાં પ્રસારિત થશે. આ સિવાય જે યુઝર્સ JIO CINEMA એપનું સબસ્ક્રિપ્શન ધરાવે છે તેઓ તેમના મોબાઈલ ફોન પર ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા ફ્રીમાં મેચનો આનંદ લઈ શકશે..
ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ટીમ
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ: એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), આકાશ સિંહ, મોઈન અલી, ભગત વર્મા, દીપક ચહર, ડેવોન કોનવે, તુષાર દેશપાંડે, શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હંગરગેકર, રવિન્દ્ર જાડેજા, સિસંદા મગાલા, અજય મંડલ, મથિષા પથિરાના, ડ્વેન પ્રિટોરિયસ, અજિંક્ય રહાણે, શેખ રાશિદ, અંબાતી રાયડુ, મિશેલ સેન્ટનર, સુભ્રાંશુ સેનાપતિ, સિમરજીત સિંહ, નિશાંત સંધુ, પ્રશાંત સોલંકી, બેન સ્ટોક્સ, મહિષ તિક્ષણા.
પંજાબ કિંગ્સ ટીમઃ શિખર ધવન (કેપ્ટન), અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, રાહુલ ચહર, સેમ કરણ, ઋષિ ધવન, નાથન એલિસ, ગુરનૂર બ્રાર, હરપ્રીત બ્રાર, હરપ્રીત સિંહ, વિદ્યુત કવેરપ્પા, લિયામ લિવિંગસ્ટોન, મોહિત રાઠી, પ્રભસિમરન સિંહ, કાગીસો રબાડા, ભાનુકા રાજપક્ષે, શાહરૂખ ખાન, જીતેશ શર્મા, શિવમ સિંહ, મેથ્યુ શોર્ટ, સિકંદર રઝા, અથર્વ ટેડ.
આ પણ વાંચો:
આટલા દિવસે પાણીની બોટલ સાફ નહીં કરો તો પડશો બીમાર, જાણો બોટલ સાફ કરવાની રીત
ફ્રીજમાં મુકેલી ડુંગળી ખાતા ચેતી જજો! એવી બીમારી લાગશે કે ડોક્ટર પણ નહીં પકડે હાથ
શું તમે પણ ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો આ 5 ડોક્યૂમેન્ટ ચેક કરવાનું ના ભૂલતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે