આજથી IPL 2022માં 10 ટીમો સાથે શુભારંભ; ઓપનિંગ સેરેમની નહીં યોજાય, પ્રથમ મેચ કઈ ટીમ વચ્ચે રમાશે?
આ વર્ષે બે નવી ટીમો લખનઉ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સના રૂપમાં IPLમાં પદાર્પણ કરશે. દેશમાં કોવિડ-19ની સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ ક્રિકેટ પ્રેમીઓને 2019 પછી પહેલીવાર સ્ટેડિયમની મુલાકાત લઈને મેચનો આનંદ માણવાની તક મળશે.
Trending Photos
IPL 2022: ભારતીય ક્રિકેટને મોટી કિંમત અને નવી ઓળખ આપનાર આઈપીએલ 10 ટીમની સાથે સ્વદેશમાં નવા રંગરૂપ સાથે આજે તૈયાર છે, જેની પહેલી મેચ આજે ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ અને ગત વર્ષની રનર અપ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાશે. 2011 બાદ આજે પહેલી વખત એવું બનશે કે જ્યાં વિશ્વ ક્રિકેટમાં સૌથી પ્રતિષ્ઠિત ટી20 ટ્રોફી માટે 8 નહીં 10 ટીમો વચ્ચે મુકાબલો થશે
આ વર્ષે બે નવી ટીમો લખનઉ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સના રૂપમાં IPLમાં પદાર્પણ કરશે. દેશમાં કોવિડ-19ની સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ ક્રિકેટ પ્રેમીઓને 2019 પછી પહેલીવાર સ્ટેડિયમની મુલાકાત લઈને મેચનો આનંદ માણવાની તક મળશે. IPLની તમામ મેચ ભારતમાં રમાશે અને સ્ટેડિયમની ક્ષમતાના 25 ટકા દર્શકો તેને સ્ટેડિયમમાં જોઈ શકશે. બે નવી ટીમોના ઉમેરા સાથે મેચોની કુલ સંખ્યા 60 થી વધીને 74 થઈ ગઈ છે, જે ટુર્નામેન્ટને બે મહિના કરતાં વધુ સમય સુધી ચાલશે. જોકે, તમામ ટીમ લીગ તબક્કામાં માત્ર 14 મેચ રમશે.
બીસીસીઆઈને 2021 માં સખત પાઠ શીખવા મળ્યો જ્યારે તેમણે મહામારીના કારણે ટૂર્નામેન્ટને મધ્યમાં મુલતવી રાખવી પડી અને બાદમાં તેમને યુએઈમાં પૂર્ણ કરવી પડી. તેને ધ્યાનમાં રાખીને હાલમાં લીગ સ્ટેજની મેચો મુંબઈ અને પુણેમાં ત્રણ સ્થળોએ યોજવામાં આવશે જેથી હવાઈ મુસાફરી કરવાની જરૂર ન પડે.
ટૂર્નામેન્ટમાં મોટો સ્કોર બનવાની પુરેપુરી સંભાવના- પિચ ક્યૂરેટર
પિચ ક્યુરેટર્સ માટે બે મહિના સુધી પિચોને જીવંત રાખવી એ એક મોટો પડકાર હશે, પરંતુ ટૂર્નામેન્ટમાં મોટા સ્કોર થવાની પુરેપુરી સંભાવના છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે અને આવી સ્થિતિમાં IPL કેટલાક ભારતીય ખેલાડીઓના ભાવિનો પણ નિર્ણય કરશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમશે પરંતુ તેના કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે તેમને તેનાથી કોઈ વધારાનો ફાયદો નહીં મળે. સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ, જસપ્રિત બુમરાહ અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ જોકે અનુકૂળ પરિસ્થિતિઓનો પૂરો લાભ લેવા ઈચ્છે છે.
જાડેજા સંભાળશે ચેન્નાઈ સુપર કિંગની કેપ્ટનશિપ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માં તમામની નજર વિરાટ કોહલી પર રહેશે, જેણે કેપ્ટન પદ છોડ્યું છે. લાંબા સમયથી CSK સાથે જોડાયેલા ફાફ ડુ પ્લેસિસને RCBની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. તેમના નેતૃત્વમાં ટીમનું ભાગ્ય પલટાશે કે નહીં તે જોવાનું રહેશે. આઈપીએલમાં દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી સિઝન હોઈ શકે છે. તેમણે પ્રથમ મેચ પહેલા જ કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ટીમની કમાન રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. હવે તમામની નજર જાડેજા પર રહેશે કારણ કે તેમણે એવી ટીમનું નેતૃત્વ કરવાનું છે જેનું નેતૃત્વ ધોની 2008થી કરી રહ્યો છે, જે ચાર વખત ચેમ્પિયન બની છે.
આ વખતે શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા અને મયંક અગ્રવાલના નેતૃત્વ કૌશલ્યની પણ કસોટી થશે. અય્યર કેકેઆરનું નેતૃત્વ કરશે જ્યારે રાહુલ લખનઉ અને હાર્દિક ગુજરાતની કમાન સંભાળશે. અગ્રવાલને પંજાબનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અય્યર અગાઉ દિલ્હી કેપિટલ્સ જ્યારે રાહુલ પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. હાર્દિક માટે આઈપીએલમાં કેપ્ટનશિપનો આ પહેલો અનુભવ હશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા તેમની પ્રગતિ પર પણ નજીકથી નજર રાખવામાં આવશે કારણ કે તેમણે નિયમિતપણે બોલિંગ ન કરવાના કારણે રાષ્ટ્રીય ટીમમાં તેનું સ્થાન ગુમાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે