IPL 2019: બેકાર ગઇ રાણા અને રસેલ આક્રમક રમત, બેંગ્લુરૂ 10 રનથી જીત્યું રોમાંચક મેચ
રસેલના 65 અને રાણાની 85 રનની આક્રમક ઇનિંગ પણ કોલકાતાને બચાવી શકી નહોતી
Trending Photos
કોલકાતા : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ પોતાની સટીક બોલિંગની મદદથી કોલકાતાનાં ઇડન ગાર્ડન મેદાન પર શઉક્રવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમીયર લીગની 12મી સીઝનની મેચમાં કોલકાતા નાઇડ રાઇડર્સને પરાજીત કરી દીધું હતું. કોહલીએ 58 બોલમાં 100 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા. આ બંન્નેના પ્રયાસોનાં પગલે આસીબીએ અંતિમ 10 ઓવરમાં 143 રન એકત્ર કરવામાં સફળ રહ્યું. તેમાંથી 91 રન અંતિમ પાંચ ઓવરમાં બન્યા અને સ્કોર ચાર વિકેટનાં નુકસાને 213 રન પર પહોંચી ગયો.
મોટા લક્ષ્યાંકની સામે કેકેઆરે ધીમી શરૂઆત કરી જે અંતમાં તેને મોંઘી પડી. નીતીશ રાણા (46 બોલમાં 85 રન અણનમ) અને આંદ્રે રસેલ (25 બોલમાં 65 રન)ના અંતિમ છ ઓવરમાં 102 રન જોડ્યા પરંતુ તેમ છતા પણ ટીમ પાંચ વિકેટનાં નુકસાને 203 રન જ બનાવી સખી. રાણાએ 9 ચોગ્ગા અને 5 છગ્ગાની જ્યારે રસેલે 2 ચોગ્ગાની અને 9 છગ્ગાની રમત રમી હીત.
બેંગ્લુરૂની સીરીઝમાં આ બીજી જીત છે. જ્યારે કેકેઆર સતત ચાર મેચ જીત્યા બાદ આ સતત ચોથી મેચ હાર્યું પણ છે. તેની 9 મેચોમાં આ કુલ પાંચમી હાર છે. બેંગ્લુરૂની રમત માત્ર કોહલીની આસપાસ જ રહી હતી. તેમણે મોઇનની સાથે ત્રીજી વિકેટનાં નુકસાને 43 બોલમાં 90 રનની ભાગીદારી કરી. તેમાં કોહલીનું યોગદાન 22 રનનું હતું. જેના પરથી અંદાજો લગાવી શખાય કે નવમી ઓવરમાં ક્રીઝ પર ઉતર્યા બાદ કોહલી કેટલું હાવી થઇનો રમ્યો હશે. તેના આઉટ થયા બાદ કોહલીએ માર્ક્સ સ્ટોઇનિસ (8 બોલમાં અણનમ 17 રન) સાથે ચોથી વિકેટનાં નુકસાને 24 બોલમાં 64 રન જોડ્યા તેમાં કોહલીનું યોગદાન 45 રનનું હતું.
ડેલ સ્ટેન 40 રન આફીને 2 વિકેટ લીધી હતી. જેના પગલે બેંગ્લુરૂને મજબુતી મળી હતી. તેના સાનિધ્યમાં નવદીપ સૈની અને મોહમ્મદ સિરાઝે પણ સારી બોલિંગ કરી. કેકેઆર પાવરપ્લેમાં માત્ર 37 રન બનાવી શક્યું અને બીજી તરફ તેણે ક્રિસ લિન એખ, સુનિલ નારાયણ 18 અને ગિલે વિકેટ ગુમાવી. તેમ છતા પણ રનની ગતિ ધીમી રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે