Interesting Facts About Cricket: આ કારણસર ક્રિકેટ ઈતિહાસમાં સોનેરી અક્ષરોમાં અંકિત છે 24 ફેબ્રુઆરીનો દિવસ

11 વર્ષ પહેલાં આ દિવસે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વન-ડે કારકિર્દીની પહેલી બેવડી સદી ફટકારી હતી. સચિને સાઉથ આફ્રિકા સામે આ અનોખું સિદ્ધિ મેળવી હતી. 24 ફેબ્રુઆરી, 1 તારીખ, 2 દિગ્ગજ, 2 બેવડી સદી, બંનેએ 147-147 બોલનો સામનો કર્યો..જાણો આજના દિવસ સાથે જોડાયેલાં ક્રિકેટના રોચક તથ્યો

  • ક્રિકેટ ઈતિહાસમાં 24 ફેબ્રુઆરીનો દિવસ અત્યંત ખાસ છે
  • 11 વર્ષ પહેલાં આ દિવસે સચિને વન-ડેની પહેલી બેવડી સદી ફટકારી હતી
  • 2015માં આ દિવસે ક્રિસ ગેલે પણ વન-ડેમાં બેવડી સદી ફટકારી હતી

Trending Photos

Interesting Facts About Cricket: આ કારણસર ક્રિકેટ ઈતિહાસમાં સોનેરી અક્ષરોમાં અંકિત છે 24 ફેબ્રુઆરીનો દિવસ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ક્રિકેટ ઈતિહાસમાં 24 ફેબ્રુઆરીનો દિવસ સોનેરી અક્ષરોમાં અંકિત છે. 11 વર્ષ પહેલાં આ દિવસે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વન-ડે કારકિર્દીની પહેલી બેવડી સદી ફટકારી હતી. સચિને સાઉથ આફ્રિકા સામે આ અનોખું સિદ્ધિ મેળવી હતી. તેના 5 વર્ષ બાદ આ જ દિવસે યૂનિવર્સ બોસના નામથી જાણીતા ક્રિસ ગેલે ઝિમ્બામ્બે સામે વર્લ્ડ કપના ઈતિહાસની પહેલી ડબલ સેન્ચુરી ફટકારી હતી. આ એક મોટો સંયોગ છે કે બંને ખેલાડીઓએ પોતાની આ ઈનિંગ્સમાં એકસરખા બોલનો ઉપયોગ કર્યો હતો.

No description available.

સચિને વન-ડે કારકિર્દીની પહેલી બેવડી સદી ફટકારી:
2010માં સાઉથ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે હતી. 24 ફેબ્રુઆરીએ વન-ડે મેચ ગ્વાલિયરના કેપ્ટન રૂપસિંહ સ્ટેડિયમમાં રમાઈ. સચિન તેંડુલકરે સાઉથ આફ્રિકાના બોલરોને ધોળે દિવસે તારા બતાવતાં 147 બોલમાં 200 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. સચિને પાકિસ્તાનના સઈદ અનવર અને ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રીના 194 રનના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. સચિને આ ઈનિંગ્સમાં 147 બોલમાં 25 ચોક્કા અને 3 સિક્સની મદદથી 200 રન બનાવ્યા હતા. સચિને ચાર્લ્સ લેંગ્વેલ્ટના બોલ પર એક રન લઈને ઐતિહાસિક બેવડી સદી ફટકારી હતી. તેની આ રેકોર્ડ ઈનિંગ્સના કારણે ભારતે 3 વિકેટે 401 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 42.5 ઓવરમાં 248 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે 153 રનથી મેચ જીતીને સિરીઝ પણ પોતાના નામે કરી લીધી હતી.

ક્રિસ ગેલે બેવડી સદી ફટકારી:
2015માં રમાયેલ વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની યજમાનીમાં થયો હતો. 24 ફેબ્રુઆરીએ કેનબરાના મનુકા ઓવલમાં ઝિમ્બાબ્વે સામે ક્રિસ ગેલ નામનું તોફાન આવ્યું હતું. ગેલે 147 બોલમાં 10 ચોક્કા અને 16 સિક્સની મદદથી 215 રન બનાવ્યા હતા. ગેલે માત્ર 138 બોલમાં પોતાની બેવડી સદી ફટકારી હતી. જે પણ એક રેકોર્ડ છે.

PHOTOS: Sunny Leone ના આ ફોટો જોશો તો વારંવાર જોવાનું થશે મન

માર્લોન સેમ્યુઅલ્સે પણ અણનમ 133 રન બનાવ્યા હતા. ગેલ અને સેમ્યુઅલ્સે બીજી વિકેટ માટે 372 રનની ભાગીદારી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ વન-ડેમાં કોઈપણ વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી છે. વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 2 વિકેટે 372 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઝિમ્બાબ્વેને વરસાદના કારણે 48 ઓવરમાં 363 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પરંતુ ઝિમ્બાબ્વેની ટીમ 44.3 ઓવરમાં 289 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. અને વિન્ડીઝને 73 રનની જીત મળી હતી.

વન-ડેમાં બેવડી સદી:

1. રોહિત શર્મા         264 રન

2. માર્ટિન ગપ્ટિલ     237 રન

3. વીરેન્દ્ર સહવાગ     219 રન

4. ક્રિસ ગેલ           215 રન

5. ફખર જમાન        210 રન

6. રોહિત શર્મા         209 રન

7. રોહિત શર્મા         208 રન

8. સચિન તેંડુલકર     200 રન

વન-ડે ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી 8 બેવડી સદી લાગી ચૂકી છે. પાકિસ્તાનના ફખર જમાન વનડે મેચમાં બેવડી સદી ફટકારનારો છેલ્લો બેટ્સમેન છે. ફખરે ઝિમ્બાબ્વે સામે બુલાવાયોમાં આ સિદ્ધિ મેળવી હતી. રોહિત શર્માએ એકલા 3 બેવડી સદી ફટકારી છે. સચિન અને રોહિત સિવાય વીરેન્દ્ર સેહવાગ પણ વન-ડે મેચમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news