INDvsAUS Adelaide Test: ભારતના 3 વિકેટે 151 રન, કુલ લીડ 166 રન થઈ

ભારત અને ઓસ્ટ્રેલિયા એડિલેડમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં બે દિવસના ખેલ બાદ લગભગ બરાબરી પર ઊભા છે. 

INDvsAUS Adelaide Test: ભારતના 3 વિકેટે 151 રન, કુલ લીડ 166 રન થઈ

એડિલેડ: ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં પોતાની સ્થિતિ મજબુત કરી છે. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 235 રને સમેટાઈ ગયો હતો. આમ ભારતને 15 રનની  લીડ મળી હતી. ભારતે ત્યારબાદ પોતાના બીજા દાવમાં હાલ 3 વિકેટે 151 રન બનાવી લીધા છે. આમ ભારતને કુલ 166 રનની મહત્વની લીડ મળી છે. ત્રીજા દેવસે વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. ત્યારબાદ ત્રણવાર વરસાદના કારણે મેચ રોકવામાં આવી હતી. 

ભારતનો બીજો દાવ
ભારતીય ઓપનરોએ બીજા દાવની શરૂઆત કરી. ટી બ્રેક સુધીમાં ભારતે 29 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 86 રન કરી લીધા હતાં. પ્રથમ ઈનિંગની 15 રનની લીડ મળી છે. આમ કુલ લીડ 101 થઈ છે. મુરલી વિજય 20 રન બનાવીને આઉટ થયો હતો. કે એલ રાહુલ 44 રન કરીને આઉટ થયો. તેને જોશ હેઝલવુડે આઉટ કર્યો. નાથન લોયનની  બોલિંગમાં ચેતેશ્વર પૂજારા આઉટ થયો હતો પરંતુ તેને ડીઆરએસએ બચાવી લીધો. પૂજારાએ એમ્પાયરના નિર્ણયને પડકાર્યો અને બચી ગયો. જો કે ત્યારબાદ વિરાટ કોહલી પણ કઈ ખાસ કરી શક્યો નહીં. તે 34 રન બનાવીને આઉટ થઈ ગયો. તેને સ્પિનર નાથન લોયને આઉટ કર્યો. 

જો કે ચેતેશ્વર પૂજારા અને વિરાટ  કોહલી વચ્ચે થયેલી ભાગીદારીના કારણે ભારતે ત્રીજા દિવસની રમતના અંતે 61 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 151 રન કર્યાં. પહેલા દાવની 15 રનની લીડ મળીને હવે ભારતને કુલ 166 રનની લીડ મળી છે. બીજા દાવમાં ભારતની હજુ 7 વિકેટ બાકી છે. આવામાં ભારતની સ્થિતિ મજબુત કહી શકાય. 

ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ
ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઈનિંગનો પ્રારંભ કર્યો હતો ત્યારે પહેલી ઓવરમાં એરોન ફિન્ચ (0)ને ઈશાંત શર્માએ બોલ્ડ કરીને ભારતને સફળતા અપાવી હતી. પર્દાપણ કરી રહેલ માર્કસ હૈરિસ અને ઉસ્માન ખ્વાજા ક્રિઝ પર છે. આ બંન્નેએ બીજી વિકેટ માટે 45 રન જોડ્યા હતા. ઓસ્ટ્રલિયાએ ધીમી બેટિંગ કરી હતી. ત્યારબાદ ઈનિંગની 22મી ઓવરમાં અશ્વિને માર્કર હૈરિસ (26)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો. હૈરિસ કેચઆઉટ થયો હતો. બીજા દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 191 રન કર્યાં હતાં. આજે ત્રીજા દિવસે આખી ઓસી ટીમ 235 રન પર સમેટાઈ જતા હવે ભારતને 15 રનની લીડ મળી છે. 

અશ્વિને ડાબોડી બેટ્સમેનો પર કહેર વરસાવવાનું શરૂ કર્યું હતું. તેણે માર્કસ હૈરિસ બાદ શોન માર્શને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. માર્શ માત્ર બે રન બનાવી અશ્વિનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને હેડ્સકોંબે ચોથી વિકેટ માટે 28 રન જોડ્યા હતા. ત્યારે ફરી અશ્વિન ત્રાટક્યો અને સેટ થઈ ગયેલા ખ્વાજાને પંચના હાથે કેચઆઉટ કરાવીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. ભારતની જેમ ઓસ્ટ્રેલિયાની પણ એક બાદ એક વિકેટ પડાવનું ચાલું રહ્યું હતું. હેડ્સકોંબ 34, ટિમ પેન 5 અને પેટ કમિન્સ 10 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રએલિયાએ 177 રનના સ્કોરે 7 વિકેટ ગુમાવી દીધી છે. 

ભારત 250 રન બનાવી ઓલઆઉટ
ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 250 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્કોરબોર્ડઃ લોકેશ રાહુલ 2, મુરલી વિજય 11, ચેતેશ્વર પૂજારા 123, વિરાટ કોહલી 3, રોહિત શર્મા 37, રિષભ પંત 25, અશ્વિન 25, ઈશાંત શર્મા 4, શમી 6, બુમરાહ 0 (અણનમ). 

ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક, કમિન્સ અને નાથન લિયોનને બે-બે સફળતાઓ મળી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસે રમત પૂર્ણ થતા 9 વિકેટ ગુમાવીને 250 રન બનાવ્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news