સૌરાષ્ટ્રના આ સ્ટાર ક્રિકેટરે કરી સગાઈ, હાલમાં ટીમને બનાવી હતી રણજી ચેમ્પિયન
જયદેવ ઉનડકટે રવિવારે સગાઈની તસવીર શેર કરી છે. જયદેવની આગેવાનીમાં હાલમાં સૌરાષ્ટ્રે પ્રથમવાર રણજી ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું.
Trending Photos
પોરબંદરઃ પ્રથમવાર રણજી ટ્રોફી જીત્યા બાદ સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટના જીવનમાં વધુ એક ખુશી આવી છે. ઉનડકટે સગાઈ કરી લીધી છે. રવિવારે તેણે સોશિયલ મીડિયા પર ખુદ આ વાતની જાણકારી આપી છે.
ટ્વીટર પર ડાબા હાથના આ ફાસ્ટ બોલરે પોતાના પાર્ટનર સાથે એક તસવીર પોસ્ટ કરી છે. તેમણે આ સાથે કેપ્શન આપ્યું, - છ કલાક, બે ભોજન અને બાદમાં એક બાદમાં એક કેક શેર કરી.(6 hours, 2 meals & 1 shared mud cake later)
સૌરાષ્ટ્ર ટીમનો કેપ્ટન જયદેવ ઉનડકટ પોરબંદરનો છે. તેણે હાલમાં રમાયેલી રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતા સૌરાષ્ટ્રની ટીમને રણજી ચેમ્પિયન બનાવી હતી. સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગની લીડના આધારે આ ટ્રોફી જીતી હતી.
6 hours, 2 meals & 1 shared mud cake later.. 💍❤️ pic.twitter.com/SEvHFDQwru
— Jaydev Unadkat (@JUnadkat) March 15, 2020
ઉનડકટે આ રણજી સિઝનમાં 13.23ની એવરેજથી 67 વિકેટ ઝડપી હતી. આ કોઈપણ ફાસ્ટ બોલર દ્વારા હાંસિલ કરાયેલી સૌથી વધુ વિકેટ છે. આ તેનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્માએ શનિવારે જયદેવના પ્રદર્શનની પ્રશંસા કરી અને કહ્યું કે, તેને ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ.
શર્માએ કહ્યું, 'હું સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શનની શુભેચ્છા આપું છું. ખાસ કરીને ઉનડકટને શુભેચ્છા આપવા માગુ છું, જેણે આ સિઝનમાં 67 વિકેટ ઝડપી છે.'
શર્માએ કહ્યું, તેને ભારતીય ટીમમાં સામેલ કરવો જોઈએ. તે આઈપીએલમાં પોતાને સાબિત કરી ચુક્યો છે અને તેણે દેખાડ્યું કે તે લાંબા ફોર્મેટમાં ઉપયોગી બોલર છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે