IND vs WI 2nd ODI: અક્ષર પટેલે પોતાના દમ પર હારેલી બાજી જીતમાં ફેરવી, બીજી વનડેમાં ભારતની ભવ્ય જીત

ભારતે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી રોમાંચક વનડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને બે વિકેટથી હરાવી દીધુ. ટીમ ઈન્ડિયાની આ ભવ્ય જીત અપાવવામાં અક્ષર પટેલનો સિંહફાળો રહ્યો.

IND vs WI 2nd ODI: અક્ષર પટેલે પોતાના દમ પર હારેલી બાજી જીતમાં ફેરવી, બીજી વનડેમાં ભારતની ભવ્ય જીત

IND vs WI 2nd ODI: ભારતે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી રોમાંચક વનડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને બે વિકેટથી હરાવી દીધુ. ટીમ ઈન્ડિયાની આ ભવ્ય જીત અપાવવામાં અક્ષર પટેલનો સિંહફાળો રહ્યો. અક્ષરે 64 રનની તોફાની ઈનિંગ રમીને વેસ્ટિ ઈન્ડિઝના કબજામાંથી મેચ છીનવી લીધી. અક્ષર પટેલે 35 બોલમાં 3 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારીને જીત અપાવી. આ સાથે જ ભારત 3 મેચની વનડે સિરીઝમાં 2-0થી આગળ છે. ભારતે આ સિરીઝ પણ કબજે કરી લીધી. 

ખાસ વાત એ રહી કે અક્ષર પટેલે મેચની છેલ્લી ઓવરના ચોથા બોલ પર છગ્ગો ફટકારીને શાનદાર અંદાજમાં મેચ ફિનિશ કરી. આ જીત સાથે જ ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી છે. ભારતીય ટીમની વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આ સતત 12મી સિરિઝ જીત છે. 

વેસ્ટ ઈન્ડિઝે આપ્યો 312 રનનો ટાર્ગેટ
ટોસ જીતીને બેટિંગ લેનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 311 રન કર્યા. શાઈ હોપે પોતાની 100મી વનડે મેચમાં શાનદાર સદી ફટકારી. હોપે 125 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 115 રનની ઈનિંગ રમી. જ્યારે કેપ્ટન નિકોલસ પુરને 74 અને કાઈલ મેયર્સે 39 રનનું યોગદાન આપ્યું. આ દરમિયાન શાઈ હોપ અને નિકોલસ પુરને ચોથી વિકેટ માટે 117 રનની શાનદાર પાર્ટનરશીપ પણ કરી. ભારત તરફથી શાર્દુલ ઠાકુરને સૌથી વધુ 3 સફળતા મળી. 

ભારતે ચેઝ કર્યો ટાર્ગેટ
ટાર્ગેટનો પીછો કરતા ભારતની શરૂઆત સારી રહી. કેપ્ટન ધવન અને શુભમન ગિલે પહેલી વિકટ માટે 11 ઓવરમાં 48 રનની  ભાગીદારી કરી. આ દરમિયાન ગિલ પોતાના ટચમાં જોવા મળ્યો પણ ધવન એક એક રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો. ધવને 31 બોલમાં માત્ર 13 રન કર્યા અને રોમારિયો શેફર્ડના બોલ પર આઉટ થઈ ગયો. ધવન બાદ શુભમન ગિલ 43 રને અને સૂર્યકુમાર યાદવ 9 રન કરી આઉટ થયા. કાઈલે મેયર્સે બંનેને આઉટ કર્યા. 

79 રન પર 3 વિકેટ ગુમાવ્યા બાદ શ્રેયસ ઐય્યર અને સંજૂ સેમસને મોરચો સંભાળ્યો. બંને ખેલાડીઓએ ઝડપથી બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ પર પ્રેશર બનાવ્યું. સંજૂ અને શ્રેયસે ચોથી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી. શ્રેયસે જ્યાં 71 બોલ પ 63 રન કર્યા. ત્યાં સેમસને પોતાની વનડે કરિયરની પહેલી અડધી સદી ફટકારતા કુલ 54 રન કર્યા. 

Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk1l7GU@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/y8xQeUxtK6

— FanCode (@FanCode) July 24, 2022

મેચમાં ટ્વિસ્ટ
મેચમાં જ્યારે શ્રેયસ અને સંજૂ સેમસન ફટાફટ આઉટ થઈ ગયા ત્યારે સ્કોર પાંચ વિકેટે 205 રન હતો. આવામાં દીપક હુડ્ડા અને અક્ષર પટેલે 51 રનની ભાગીદારી કરીને ભારતને મેચમાં વાપસી કરાવી. દીપક હુડ્ડાએ 36 બોલમાં 33 રન કર્યા. હુડ્ડા આઉટ થતા ભારતને 35 બોલમાં 56 રનની જરૂર હતી. એવામાં અક્ષર પટેલે શાર્દુલ પટેલ અને આવેશ ખાન સાથે જરૂરી ભાગીદારી કરી ભારતને ટાર્ગેટની નજીક લાવી દીધુ. 

છેલ્લી ઓવરમાં ભારતને આઠ રનની જરૂર હતી. કાયલ મેયર્સ દ્વારા ફેંકાયેલી તે ઓવરમાં બીજા બોલે અક્ષર અને ત્રીજા બોલે સિરાજે એક એક રન લીધો. હવે ત્રણ બોલ પર છ રન બનાવવાના હતા. બંને ટીમના જીતવાના ચાન્સ હતા. આવામાં દબાણવાળી પરિસ્થિતિમાં અક્ષરે ચોથા બોલે છગ્ગો મારી ભારતને યાદગાર જીત અપાવી. અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ બન્યો. 

સિરીઝ પર અજેય જીત
રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ 2 બોલ બાકી હતા અને 2 વિકેટ હતી ત્યારે શાનદાર જીત મેળવી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝ ઉપર પણ કબજો કર્યો. સિરીઝ જીત્યા બાદ શિખર ધવને યુવા ખેલાડીઓના ખુબ વખાણ પણ કર્યા. તેણે કહ્યું કે આ ટીમનું શાનદાર પ્રદર્શન હતું. શાનદાર હતું કે ખેલાડીઓએ આત્મ વિશ્વાસ ન ગુમાવ્યો. શ્રેયસ ઐય્યર, સંજૂ સેમસન, અક્ષર પટેલે બધાએ કમાલ કર્યો. આવેશ ખાને પણ પોતાની ડેબ્યુ મેચમાં 10 મહત્વના રન કર્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news