ICC Test Rankings: રિષભ પંતનો જલવો, કોહલીને થયું નુકસાન, જાણો અન્ય ભારતીય ખેલાડીઓની સ્થિતિ

રિષભ પંત (Rishabh Pant) આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન વિકેટકીપર બની ગયો છે. તેણે સાઉથ આફ્રિકાના કેપ્ટન ડિ કોકને પછાડી દીધો છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંત લાંબી છલાંગ લગાવી 13મા સ્થાને પહોંચી ગયો છે. 
 

ICC Test Rankings: રિષભ પંતનો જલવો, કોહલીને થયું નુકસાન, જાણો અન્ય ભારતીય ખેલાડીઓની સ્થિતિ

નવી દિલ્હીઃ ICC Test Rankings: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રિષભ પંતનું નામ ટી20 અને વનડે ટીમમાં સામેલ નહતું. ત્યાં સુધી કે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં તેને ડ્રોપ કરી દેવામાં આવ્યો, પરંતુ જ્યારે તેને તક મળી તો તેણે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો. ત્રીજા ટેસ્ટની ચોથી ઈનિંગ હોય કે પછી ચોથા ટેસ્ટની છેલ્લી ઈનિંગ, પંતે ભારત માટે કમાલ કરી લીધો, જે તેની પહેલા કોઈ વિકેટકીપર કરી શક્યો નથી. આ વાતનો ફાયદો તેને આઈસીસી ટેસ્ટ રેન્કિંગ (ICC Test Rankings) મા મળ્યો છે. 

રિષભ પંત (Rishabh Pant) આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન વિકેટકીપર બની ગયો છે. તેણે સાઉથ આફ્રિકાના કેપ્ટન ડિ કોકને પછાડી દીધો છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંત લાંબી છલાંગ લગાવી 13મા સ્થાને પહોંચી ગયો છે. તો ગોલ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારનાર જો રૂટ 6 સ્થાનના ફાયદા સાથે પાંચમાં ક્રમે પહોંચી ગયો છે. પંત આ મેચ પહેલા 26મા સ્થાને હતો. 

ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચ મિસ કરનાર વિરાટ કોહલી બીજા સ્થાનેથી ચોથા સ્થાને ખસકી ગયો છે. ચેતેશ્વર પૂજારાને આ મેચ બાદ એક મેચનો ફાયદો થયો છે અને તે 7મા સ્થાને પહોંચ્યો છે. આ સિવાય અંજ્કિય રહાણેને બે સ્થાનનું નુકસાન થયું છે. બોલિંગમાં જોશ હેઝલવુડ, આર અશ્વિન અને જસપ્રીત બુમરાહને એક-એક સ્થાનનો ફાયદો થયો છે. તો રવિન્દ્ર જાડેજાને એક સ્થાનનું નુકસાન થયું છે. 

ધોનીને પણ પંતે આપી ધોબી પછાડ
રિષભ પંત હાલના સમયમાં વિશ્વનો નંબર વન વિકેટકીપર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં જ બન્યો નથી પરંતુ તેણે ભારતના તમામ વિકેટકીપરોને ટેસ્ટ રેન્કિંગમાં રેટિંપ પોઈન્ટ્સના હિસાબે પાછળ છોડી દીધા છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંતના હાલ 691 પોઈન્ટ છે, જ્યારે એમએસ ધોની તેના કરિયરમાં સૌથી વધુ 662 પોઈન્ટ સુધી પહોંચી શક્યો હતો. આ સિવાય ફારૂખ એન્જિનિયરે 619 રેટિંગ પોઈન્ટ હાસિલ કર્યા હતા. પંતે આ બંન્નેને પાછળ છોડી દીધા છે. 

સિરાજ અને સુંદરને મળ્યો ફાયદો
બોલરોની યાદીમાં મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) 32 સ્થાનની છલાંબ સાથે 45મા સ્થાને પહોંચી ગયો છે. તેણે ગાબા ટેસ્ટમાં છ વિકેટ ઝડપી હતી. તો પોતાની પ્રથમ ટેસ્ટ રમેલા વોશિંગટન સુંદર (Washington Sundar) અને શાર્દુલ ઠાકુરે પણ બેટિંગ અને બોલિંગમં પોતાના યોગદાનથી રેન્કિંગ હાસિલ કરી છે. સુંદર બેટિંગમાં 82મા અને બોલિંગમાં 97મા સ્થાને છે. તો શાર્દુલ બેટ્સમેનોના રેન્કિંગમાં 113મા અને બોલરોમાં 65મા સ્થાને છે. 

આઈસીસી ટોપ-10 બેટ્સમેન

The latest @MRFWorldwide ICC Test Player Rankings for batting are out!

— ICC (@ICC) January 20, 2021

— ICC (@ICC) January 20, 2021

આઈસીસી ટોપ-10 બોલર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news