ICCના આ નિર્ણયથી ટીમ ઇન્ડિયાને થયું નુકસાન, ઓસ્ટ્રેલિયાને ફાયદો
આઇસીસી (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ના પોઇન્ટ ટેબલના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેના કારણે ટીમ ઇન્ડિયાને મોટું નુકસાન થયું છે.
Trending Photos
નવી દિલ્હી: કોવિડ-19 મહામારીને કારણે ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)માં ફેરફાર થવાની અટકળો ચાલી રહી છે પરંતુ હવે આઇસીસીએ બધુ સ્પષ્ટ કરી દીધું છે. આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંગે મોટો નિર્ણય આપ્યો છે.
આઇસીસી (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ના પોઇન્ટ ટેબલના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેના કારણે ટીમ ઇન્ડિયાને મોટું નુકસાન થયું છે.
આઈસીસી (ICC)ના ફેરફાર કર્યા પહેલા ભારતીય ટીમ પ્રથમ નંબરે હતી પરંતુ હવે તે બીજા નંબર પર છે. તે જ સમયે, બીજા નંબરની ઓસ્ટ્રેલિયાની ટીમનો રેન્કિંગ હવે નંબર 1 બની ગયો છે. હકીકતમાં, આઇસીસીએ ટીમોની મેચોમાં જીતેલા પોઇન્ટની ટકાવારી કાઢી છે. જે સીરીઝ મહામારી દરમિયાન રમી શકી ન હતી, તેને ડ્રો માનવામાં આવી છે. આઇસીસીના આ નિયમથી ઓસ્ટ્રેલિયાને ફાયદો થયો છે.
ભારતીય ટીમના હાલમાં ચાર સિરીઝમાં 360 પોઇન્ટ છે, તે પોઇન્ટના આધારે ટોચ પર હતી. નવા નિયમ મુજબ હવે તે ટકાવારીના આધારે બીજા સ્થાને છે. બીજી તરફ, ત્રણ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના 296 પોઇન્ટ હતા અને હવે તે બીજા નંબરથી પ્રથમ સ્થાને આવી ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે