સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં વિરાટ એકમાત્ર ક્રિકેટર, જાણો તેની આવક


સર્વાધિક કમાણી કરનાક ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં ભારતીય કેપ્ટને જોરદાર છલાંગ લગાવી છે. તે 66માં સ્થાન પર છે. 
 

સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં વિરાટ એકમાત્ર ક્રિકેટર, જાણો તેની આવક

નવી દિલ્હીઃ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં સામેલ એકમાત્ર ક્રિકેટર છે. તેની કુલ વાર્ષિક આવક 26 મિલિયન ડોલર (196 કરોડ રૂપિયા) છે. ભારતીય કેપ્ટને આ યાદીમાં ઊંચી છલાંગ લગાવી છે. તે 66માં સ્થાન પર છે, જ્યારે પાછલા વર્ષે 100માં સ્થાન પર હતો. 

31 વર્ષના વિરાટ કોહલીએ 12 મહિનામાં પોતાની કુલ કમાણી (26 મિલિયન ડોલર)માં કરાર દ્વારા 24 મિલિયન ડોલર હાસિલ કર્યા, જ્યારે પગાર અને જીતથી તેના ભાગમાં 2 મિલિયન ડોલર આવ્યા છે. છેલ્લા વિરાટ કોહલીએ કુલ 25 મિલિયન ડોલરની કમાણી કરી હતી. 

બીજીતરફ દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરર વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બની ગયો છે. શુક્રવારે જારી વાર્ષિક ફોર્બ્સની યાદીમાં સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસી ટોપથી ત્રીજા ક્રમે ખસકી ગયો છે. 

રેકોર્ડ 20 ગ્રાન્ડસ્લેમ સિંગલ ટાઇટલના માલિક સ્વિસ સ્ટાર ફેડરરે 12 મહિનામાં10.6 મિલિયન ડોલર (આશરે 802 કરોડ)ની કમાણી કરી, જેમાં તેણે 100 મિલિયન ડોલર કરાર દ્વારા હાસિલ કર્યાં છે. 

આ સાથે 38 વર્ષના ફેડરરે ફોર્બ્સની લિસ્ટમાં ચાર સ્થાનની છલાંગ લગાવી છે. ટેનિસની વાત કરીએ તો સર્વાધિક કમાણી કરનારની લિસ્ટમાં તે ટોચ પર રહેનાર પ્રથમ ખેલાડી બન્યો છે. 

ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (105 મિલિયન ડોલર), મેસી (104 મિલિયન ડોલર) નેમાર (95.5 મિલિયન ડોલર) અને અમેરિકી બાસ્કેટ બોલ ખએલાડી લેબ્રોન જેમ્સ (88.2 મિલિયન ડોલર) ટોપ0-5માં છે. 

1. રોજર ફેડરર (ટેનિસ): $106.3 મિલિયન

2. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (ફુટબોલ): $ 105 મિલિયન

3. લિયોનેલ મેસી (ફુટબોલ): $ 104 મિલિયન

4. નેમાર (ફુટબોલ): $ 95.5 મિલિયન

5. લેબ્રોન જેમ્સ (બાસ્કેટબોલ): $ 88.2 મિલિયન

6. સ્ટીફન કેરી (બાસ્કેટબોલ): $ 74.4 મિલિયન

7. કેવિન ડુરંટ  (બાસ્કેટબોલ): $ 63.9 મિલિયન

8. ટાઇગર વુડ્સ (ગોલ્ફ): $ 62.3 મિલિયન

9. કિર્ક કન્જિસ (ફુટબોલ): $ 60.5 મિલિયન

10. કાર્સન વેન્ટ્સ (ફુટબોલ): $ 59.1 મિલિયન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news