GT vs CSK: મહિલાએ પોલીસકર્મીને માર્યા લાફા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL Final દરમિયાન બબાલ

IPL Final: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પોલીસકર્મીની સાથે એક મહિલા બબાલ કરતી જોવા મળી રહી છે. વિવાદનું કારણ જોવા મળી રહ્યું નથી. સ્ટેડિયમમાં હાજર લોકોએ આ વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કરી દીધો છે. 
 

GT vs CSK: મહિલાએ પોલીસકર્મીને માર્યા લાફા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL Final દરમિયાન બબાલ

અમદાવાદઃ વિશ્વભરના ચાહકો વરસાદ બંધ થવાની અને IPL ફાઇનલ શરૂ થવાની રાહ જોતા હતા ત્યારે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક મહિલા ચાહક અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી! આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે અમદાવાદનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં સ્ટેન્ડ પર બેઠેલી એક મહિલા પોલીસકર્મીને મારપીટ કરી રહી છે. આ બોલાચાલી શા માટે થઈ અને માર મારનાર મહિલા કોણ છે, ફરજ પરના પોલીસકર્મી પર હાથ ઉપાડ્યા બાદ તેના પર શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

વીડિયોની સ્પષ્ટતાની પુષ્ટિ ઝી 24 કલાક કરતું નથી, પરંતુ ટ્વીટના રિપ્લાયમાં ઘણા લોકો કહી રહ્યાં છે કે પોલીસવાળો નશાની સ્થિતિમાં હતો અને મહિલા સાથે ગેરવર્તન કરી રહ્યો હતો. તો કેટલાક લોકોએ મહિલાને દોષી ઠેરવતા પોલીસકર્મીનો સાથ આપ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે કે શું આ મહિલા સશક્તિકરણ છે. 

— ∆ (@TheNaziLad) May 28, 2023

જો કે, સમાચાર લખ્યા ત્યાં સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી IPL 2023ની ફાઈનલ શરૂ થઈ ન હતી. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાએ કરા પડવાના પણ અહેવાલ છે. જે ટોસ સાંજે 7 વાગ્યે યોજાવાની હતી તે રાત્રે 10.25 વાગ્યા સુધી પણ થઈ શકી ન હતી. જો મેચ હવે શરૂ થાય છે, તો સંપૂર્ણ 20 ઓવરની મેચ નહીં હોય. જો કે, 29 મેને રિઝર્વ દિવસ તરીકે રાખવામાં આવ્યો છે. જો રવિવારે રમત શરૂ ન થાય તો મેચ બીજા દિવસે શિફ્ટ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news