નિર્ણાયક ટેસ્ટમાં ઉતરશે એન્ડરસન-બ્રોડ-આર્ચર? દાવ પર સિરીઝ


ત્રીજી ટેસ્ટમાં રોમાંચની આશા છે, જે જીત્યું ટ્રોફી તેના નામે થશે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેમાં કોઈ કસર છોડવાની નથી. 

નિર્ણાયક ટેસ્ટમાં ઉતરશે એન્ડરસન-બ્રોડ-આર્ચર? દાવ પર સિરીઝ

માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ અને નિર્ણાયલ ટેસ્ટ મેચ શુક્રવારથી ઓલ્ડ ટ્રેફર્ડમાં શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ વિન્ડિઝે જીતી તો ઈંગ્લેન્ડે બીજી મેચ જીતીને સિરીઝ 1-1થી બરોબર કરી લીધી છે. અત્યાર સુધી સિરીઝમાં બંન્ને ટીમ વચ્ચે સારી ટક્કર જોવા મળી છે. ત્રીજી ટેસ્ટ પણ રોમાંચક રહે તેવી આશા છે, કારણ કે આ મેચ સિરીઝનો નિર્ણય કરવાની છે. જે જીત્યું ટ્રોફી તેના નામે થશે અને બંન્ને ટીમ કોઈ કસર છોડવા માગશે નહીં. 

મેચમાં બધાની નજર બંન્ને ટીમના ફાસ્ટ બોલિંગ આક્રમણ પર રહેશે. ઈંગ્લેન્ડ ટીમના કોચ સિલ્વરવુડે પહેલા જ કહ્યુ કે, તેઓ આ મેચમાં પોતાનું સૌથી મજબૂત આક્રમણ ઉતારશે. તેવામાં પૂરી સંભાવના છે કે જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ અને જોફ્રા આર્ચરની ત્રિપુટી એક સાથે જોવા મળે. 

અત્યાર સુધી આ સિરીઝમાં બ્રોડ અને એન્ડરસન સાથે રમ્યા નથી. સિરીઝ નિર્ણાયક મુકામ પર છે અને બંન્નેને એક સાથે રમે તેવી પૂરી સંભાવના છે. તો ક્વોરેન્ટીન પીરિયડ પૂરો કરવા અને બે કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ આર્ચર ટીમ સાથે જોડાવા માટે તૈયાર છે. 

વેસ્ટ ઈન્ડિઝની વાત કરવામાં આવે તો શેનોન ગ્રેબ્રિયલ, અલ્ઝારી જોસેફ ત્રીજી મેચમાં ટીમની બાગડોર સંભાળશે. આ સાથે કેપ્ટન જેસન હોલ્ડર પણ છે. જેણે અત્યાર સુધી સિરીઝમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તો બંન્ને ટીમોમાં એક મોટુ અંતર બેન સ્ટોક્સ છે. સ્ટોક્સે બીજી મેચમાં શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડની સિરીઝમાં વાપસી કરાવી હતી. તે એવો ખેલાડી છે, જે પોતાની રમતથી મેચનું પાસુ બદલી શકે છે. આવું તેણે ઘણીવાર કર્યું છે. 

વેલેન્ટાઇન વીકમાં પત્નીને આપ્યા છૂટાછેડા, હવે ફેશન ડિઝાઇનર સાથે ચાલી રહ્યું છે માઇકલ ક્લાર્કનું અફેર

વેસ્ટ ઈન્ડિઝની પાસે એવો કોઈ ખેલાડી નથી, જે બેટ અને બોલથી મેચ વિજેતા બને. બેટિંગમાં ઈંગ્લેન્ડ સ્ટોક્સ સિવાય કેપ્ટન જો રૂટ પર પણ નિર્ભર છે. બીજી મેચમાં ડોમ સિબ્લીએ પણ સદી ફટકારી હતી. તે પોતાનું ફોર્મ જાળવી રાખવા માગશે. જોસ બટલર પાસે પણ ટીમને મોટી ઈનિંગની આશા હશે. જે છેલ્લી કેટલીક મેચથી પોતાની ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. 

વિન્ડિઝ ટીમમાં બ્લેકવુડ સારા ફોર્મમાં છે. તેણે પ્રથમ મેચમાં ટીમને જીત અપાવી હતી, તો બીજી મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. બ્રૂક્સે પણ તેનો સારો સાથ આપ્યો હતો. ટીમના મુખ્ય બેટ્સમેનોમાંથી એક શાઈ હોપ અત્યાર સુધી પ્રભાવિત કરી શક્યો નથી. 

આ મહત્વની મેચમાં શાઈ હોપ રન બનાવે તો આ મહેમાન ટીમ માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. ક્રેગ બ્રેથવેટ, રોસ્ટન ચેસ પાસેથી પણ ટીમને રન કરવાની આશા હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news