IPL પ્રશંસકોને ઝટકો! CSK હવે ભારતના આ ખેલાડીને રિટેન નહીં કરે, મેગા ઓક્શન બાદ આ ટીમના કેપ્ટન બનશે?

વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈનાને સીએસકેની ટીમ રિટેન કરશે નહીં. જેના કારણે હવે રૈના આઈપીએલ મેગા ઓક્શનમાં નામ જવાનું નક્કી થઈ ગયું છે. જ્યાં રૈના પર ઘણી ટીમો દાવ લગાવી શકે છે, પરંતુ એક ટીમ એવી છે જે રૈનાને ખરીદીને કેપ્ટન બનાવી શકે છે.

IPL પ્રશંસકોને ઝટકો! CSK હવે ભારતના આ ખેલાડીને રિટેન નહીં કરે, મેગા ઓક્શન બાદ આ ટીમના કેપ્ટન બનશે?

નવી દિલ્હી: આઈપીએલ મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) પહેલા સીએસકે (CSK)પોતાના કયા ચાર ખેલાડીઓને રિટેન કરશે તેની જાણ થઈ ગઈ છે. વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈનાને સીએસકેની ટીમ રિટેન કરશે નહીં. જેના કારણે હવે રૈના આઈપીએલ મેગા ઓક્શનમાં નામ જવાનું નક્કી થઈ ગયું છે. જ્યાં રૈના પર ઘણી ટીમો દાવ લગાવી શકે છે, પરંતુ એક ટીમ એવી છે જે રૈનાને ખરીદીને કેપ્ટન બનાવી શકે છે.

રૈના રહ્યા છે મિસ્ટર આઈપીએલ
સુરેન રૈનાને સમગ્ર વિશ્વમાં મિસ્ટર આઈપીએલના નામથી ઓળખવામાં આવે છે અને તેના પાછળનું કારણ તે છે કે આઈપીએલમાં રૈનાનો રેકોર્ડ શાનદાર છે. આ લીગમાં તેમણે વિસ્ફોટક બેટિંગ કરીને અનેક રેકોર્ડ બનાવ્યા છે. આઈપીએલમાં રૈના એ કુલ 205 મેચમાં લગભગ 33ની સરેરાશથી 5528 રન બનાવ્યા છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પણ વિરાટ કોહલી પછી બીજા નંબરે આવે છે.

આ ખેલાડીઓને રિટેન કરશે CSK
એક અંગ્રેજી અહેવાલ અનુસાર સીએસકેની ટીમ સારા કેપ્ટન તરીકે અને દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીને આગામી 3 વર્ષ માટે રિટેન કરશે. ધોની સિવાય સીએસકેની ટીમ સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને સીએસકેની ટીમને ફાઈનલ જીતાડનાર ઓપનર ઋતુરાજ ગાયકવાડને પણ રિટેન કરશે. ચોથા સ્થાન માટે મોઈન અલી સાથે વાતચીત ચાલી રહી છે. પરંતુ જો તેઓ ના પાડશે તો સીએસકેની ટીમ સૈમ કરન પર દાવ લગાવી શકે છે. એવામાં સીએસકેના વિસ્ફોટક બેટ્સમેન સુરેશ  રૈનાને રિટેન કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી.

ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યા છે રૈના
સુરેશ રૈના છેલ્લા કેટલાંક વર્ષોથી રન માટે તરસી ગયા છે અને તેમનું બેટે હવે રન બનાવવાનું બંધ કરી દીધું છે. રૈના હવે 34 વર્ષના થઈ ગયા છે. આ ઉંમરમાં ખેલાડીઓ સંન્યાસ લઈ લેતા હોય છે, આઈપીએલ 2021 રૈના માટે સારું રહ્યું નથી. રૈનાને હંમેશાં ધોનીનો  નજીકનો મનાય છે, પરંતુ આઈપીએલ 2021ની ફાઈનલ મેચમાં રૈનાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું. આઈપીએલ 2021ની 12 મેચમાં રૈનાએ માત્ર 160 રન બનાવ્યા, તેમના ફોર્મ બરાબર રહ્યું નહોતું. હવે રૈના પર આઈપીએલ મેગા ઓક્શનમાં દાવ લગાવીને કેપ્ટન બનાવવાના અહેવાલ મળી રહ્યા છે.

આ ટીમના બની શકે છે કેપ્ટન
આરપી-એસજી ગ્રુપ (RP-SG Group)એ 7090 કરોડ રૂપિયામાં લખનઉ (Lucknow)ની ફ્રેંચાઈઝી ખરીદી છે. આ કંપનીએ આઈપીએલની નવી ટીમો માટે સૌથી મોટી હરાજી લગાવી. આ ટીમનું હોમ ગ્રાઉન્ડ ભારત રત્ન શ્રી અટલ બિહારી બાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમ (Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium) હશે. આ ટીમને એક એવા ખેલાડીની જરૂરિયાત પડશે જે અનુભવની સાથે સાથે બેટિંગમાં પણ માહેર હોય. સુરેશ રૈના તેમાં બિલ્કુલ ફિટ બેસે છે. રૈના મૂળ રૂપથી ઉત્તર પ્રદેશના નિવાસી છે. ઘરેલૂ ક્રિકેટમાં તેમણે ઉત્તર પ્રદેશ તરફથી રમતા અનેક રન બનાવ્યા છે. રૈના મોટી અને લાંબી સિક્સર લગાવવા માટે જાણીતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news