B'day Special: ફાસ્ટ બોલર બનવા માંગતો હતો, ભારતનો આ સૌથી સફળ ચાઇનામેન
ટીમ ઇન્ડીયા (Team India) હાલ દુનિયાની સૌથી સારી ટીમોમાંથી એક છે. પરંતુ ગત થોડા સમયથી તેની સૌથી મોટી તાકાત તેની ફાસ્ટ બોલીંગ છે. એક તરફ જ્યાં ભારતમાં સારી ફાસ્ટ બોલીંગ છે તો બીજી તરફ ઇન્ટરનેશનલ ક્રિકેતમાં ભારતીય સ્પીનનો દબદબો ઓછો થતો જોવા મળી રહ્યો છે તેનું કારણ એ નથી કે ટીમમાં સ્પીનની ધાર ઓછી થઇ ગઇ છે.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડીયા (Team India) હાલ દુનિયાની સૌથી સારી ટીમોમાંથી એક છે. પરંતુ ગત થોડા સમયથી તેની સૌથી મોટી તાકાત તેની ફાસ્ટ બોલીંગ છે. એક તરફ જ્યાં ભારતમાં સારી ફાસ્ટ બોલીંગ છે તો બીજી તરફ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય સ્પીનનો દબદબો ઓછો થતો જોવા મળી રહ્યો છે તેનું કારણ એ નથી કે ટીમમાં સ્પીનની ધાર ઓછી થઇ ગઇ છે. પરંતુ આ ટીમના સ્પિનનો ભાગ હુનરમંદ ફિરકી બોલરોથી ભરેલો છે જેમાં કુલદીપ યાદવ (Kuldeep Yadav) કાંડાના સ્પિનર્સનું નેતૃત્વ કરતા જોવા મળે છે. કુલદીપ શનિવારે 25 વર્ષના થઇ રહ્યા છે.
પહેલી મેચથી જ છવાઇ ગયો કુલદીપ
ટીમ ઇન્ડીયા (Team India)ના સૌથી સફળ ચાઇનામેન કુલદીપ યાદવ 14 ડિસેમ્બર 1994ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં જન્મેલા અને 2017માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કરતાં પહેલી ટેસ્ટમાં સાત વિકેટ લઇને પોતાની ખાસ ઓળખ બનાવી લીધી હતી. કુલદીપ હાલ ભલે ટીમ ઇન્ડીયા (Team India)ની પ્લેઇંગ ઇલેવનમાં નિયમિત રીતે જોવા મળે છે, પરંતુ તેનાથી ના તો તેમના અંદાજમાં ઘટાડો થયો છે ના તો તેમના મહત્વમાં.
પેસર બનવા ઇચ્છતા હતા, પરંતુ બની ગયા ચાઇનામેન
કુલદીપ યાદવ બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ ધરાવતો હતો અને ધીમે ધીમે તેમાં આ રમત પ્રત્યે ગંભીરતા વધી ગઇ અને ક્રિકેટર બનવા માટે તેમને પરિવારનો પુરતો સહયોગ મળ્યો. શરૂઆતમાં કુલદીપ ફાસ્ટ બોલર બનવા માંગતો હતો, પરંતુ કોચ કપિલ પાંડેની સલાહ પર તે કાંડાના સ્પિનર બની ગયા.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હેટ્રિકે ચમકાવ્યું નામ
પહેલા6 2012માં આઇપીએલમાં રમી ચૂકેલા કુલદીપ 2017માં જ ટીમ ઇન્ડીયા (Team India)માં આવી શક્યા. 21 ડિસેમ્બર 2017ના રોજ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કલકત્તામાં હેટ્રિકે તેમને ચર્ચામાં લાવી દીધા ત્યારબાદ તેમણે પાછળ વળીને જોયું નથી. 2018માં તે ટીમ ઇન્ડીયા (Team India)માં ટી20 ટીમના એક મહત્વપૂર્ણ સ્પીનર હતા, પરંતુ 2019માં તેમણે ટીમ (Team India) માટે ફક્ત બે જ ટી20 રમવાની તક મળી. ન્યૂઝિલેંડ વિરૂદ્ધ આ મેચમાં કુલદીપે ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ લીધી. જ્યારે તાજેતરમાં જ વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ તેમણે 45 રન બનાવીને બે વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે