AUS vs AFG: મેક્સવેલ જ નહીં પેટ કમિન્સની ઈનિંગ પણ રહેશે યાદ, આ રીતે આપ્યું જીતમાં યોગદાન
Australia vs Afghanistan: અફઘાનિસ્તાન વિરુદ્ધ પેટ કમિન્સે 68 બોલમાં અણનમ 12 રન બનાવ્યા હતા. તેણે મેક્સવેલ સાથે આઠમી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી.
Trending Photos
મુંબઈઃ Australia vs Afghanistan, Pat Cummins: મુંબઈના વાનખેડેમાં ગ્લેન મેક્સવેલે ઈતિહાસ રચતા બેવડી સદી ફટકારી છે. લક્ષ્યનો પીછો કરતા મેક્સવેલે ઈતિહાસ રચી દીધો છે. દરેક મેક્સવેલની પ્રશંસા કરી રહ્યાં છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની આ જીતમાં પેટ કમિન્સનું પણ યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. કમિન્સે 68 બોલમાં 12 રન બનાવ્યા પરંતુ ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રાશિદ ખાન, નૂર અહમદ અને મુઝીબ ઉર રહમાનની સ્પિનનો સામનો કરવામાં મોટા-મોટા બેટરોનો પરસેવો છૂટી રહ્યો હતો. સ્પિનર્સ સિવાય અફઘાનિસ્તાનના બોલર કમાલની બોલિંગ કરી રહ્યાં હતા, પરંતુ કમિન્સે એક છેડો સાચવી રાખ્યો અને મેક્સવેલ સાથે બેવડી સદીની ભાગીદારી કરી હતી.
91 રનો પર સાત વિકેટ પડ્યા બાદ જ્યારે પેટ કમિન્સ બેટિંગ માટે આવ્યો તો તેને પણ વિશ્વાસ નહીં હોય કે તે અને મેક્સવેલ મળીને મેચ પલ્ટાવી શકે છે. તેના ચહેરા પર આ વિશ્વાસ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. પોતાની ઈનિંગમાં પેટ કમિન્સ મજબૂત રીતે અફઘાનિસ્તાનના બોલરોનો સામનો કરી રહ્યો હતો. તે સરળતાથી લીવ અને ડિફેન્સ કરી રહ્યો હતો. તેમ લાગી રહ્યું હતું કે તેને વિશ્વાસ થઈ ગયો કે મેક્સવેલ ઈતિહાસ રચી દેશે.
કમિન્સે ભલે માત્ર 12 રન બનાવ્યા, પરંતુ તેનું 68 બોલ રમવું ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં મહત્વનું સાબિત થયું. જો પેટ કમિન્સ આઉટ થઈ ગયો હોત તો કદાચ ઓસ્ટ્રેલિયા મેચ હારી ગયું હોત.
મેક્સવેલ અને કમિન્સે આઠમી વિકેટ માટે 202 રનની ભાગીદારી કરી હતી. ભલે આ ભાગીદારીમાં મેક્સવેલના રન વધુ રહ્યાં પરંતુ આ ત્યારે શક્ય બન્યું જ્યારે કમિન્સે એક છેડો સાચવ્યો હતો.
અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કર્યા બાદ 291 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 91 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેક્સવેલ અને કમિન્સે 202* રનની ભાગીદારી કરી અફઘાનિસ્તાન પાસેથી મેચ છીનવી લીધી હતી. મેક્સવેલને આ દરમિયાન એક જીવનદાન પણ મળ્યું હતું, જ્યારે તે 33 રને બેટિંગ કરી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે