Richest Women Cricketer: જાણો દુનિયાની 10 સૌથી અમીર મહિલા ક્રિકેટર વિશે, પહેલી પાંચમાંથી ભારતીય છે ત્રણ
10 richest women cricketers in the world: હાલમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન મળતા ખેલાડીઓને થઈ રહ્યો છે ફાયદો. તેમની પાસે પૈસા પણ આવવા લાગ્યા છે. આ વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં ખેલાડીઓની બમ્પર લોટરી લાગી છે. જાણો દુનિયાની 10 અમીર મહિલા ક્રિકેટર વિશે.
Trending Photos
10 richest women cricketers in the world: હાલના સમયમાં મેન્સ ક્રિકેટની સાથે સાથે વુમન્સ ક્રિકેટ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. ભારતમાં આવતા મહિનાથી વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થઈ રહી છે. મહિલા T20 વર્લ્ડ કપ હાલમાં દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહ્યો છે. અને આના સિવાય ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં પણ મહિલા ટી-20 લીગ પણ છે. જેના કારણે મહિલા ખેલાડીઓની કમાણી પણ ખૂબ જ વધી રહી છે. હાલમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન મળતા ખેલાડીઓને થઈ રહ્યો છે ફાયદો. તેમની પાસે પૈસા પણ આવવા લાગ્યા છે. આ વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં ખેલાડીઓની બમ્પર લોટરી લાગી છે. જાણો દુનિયાની 10 અમીર મહિલા ક્રિકેટર વિશે.
1. ઓસ્ટ્રેલિયાની એલિસા પેરી-
ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસા પેરી દુનિયાની સૌથી અમીર મહિલા ક્રિકેટર છે. તેમની કુલ સંપત્તિ $14 મિલિયન છે. પેરીની ગણતરી તે ક્રિકેટ ઈતિહાસના સૌથી સારા ઓલરાઉન્ડોરમાં થાય છે.
2. મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા)-
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મેગ લેનિંગ અમીર મહિલા ક્રિકેટરની યાદીમાં બીજા નંબર પર છે. તેમની કુલ સંપત્તિ $9 મિલિયન છે. લેનિંગ દર વર્ષે 1.07 કરોડ રૂપિયા કમાય છે. વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં લેનિંગને 1.1 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે.
3. મિતાલી રાજ (ભારત)-
ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ અમીર મહિલા ક્રિકેટરની યાદીમાં ત્રીજા નંબર પર છે. તેમની કુલ સંપત્તિ $5 મિલિયન છે. ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ તે હાલ વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સની મેન્ટર છે.
4. સ્મૃતિ મંધાના (ભારત)-
ભારતીય મહિલા ટીમની ઓપનર અને સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાનો વાર્ષિક પગાર 50 લાખ રૂપિયા છે. તે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટરોની યાદીમાં સામેલ છે. મંધાનાની કુલ સંપત્તિ 4 મિલિયન ડોલર છે.
5. હરમનપ્રીત કૌર (ભારત)-
ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને BCCI દર વર્ષે 50 લાખ રૂપિયા પગાર આપે છે. તેમની કુલ સંપત્તિ 3 મિલિયન ડોલર છે.
6. સારા ટેલર( ઈંગ્લેન્ડ)-
સારા ટેલર ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન છે. તે આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. તેની પાસે $2 મિલિયનની નેટવર્થ છે.
7. હોલી ફેલિંગ (ઓસ્ટ્રેલિયા)-
ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર હોલી ફેલિંગ સૌથી વધુ કમાણી કરનાર મહિલા ખેલાડીઓની યાદીમાં 7માં નંબર પર છે. તેમની કુલ સંપત્તિ $1.5 મિલિયન છે. તેઓ દર વર્ષે લગભગ 82 લાખ કમાય છે.
8. ઈસા ગુહા (ઈંગ્લેન્ડ)-
ઈસા ગુહા ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર છે. તેમની કુલ સંપત્તિ લગભગ $1.5 મિલિયન છે. તે હાલમાં 2001 અને 2011 વચ્ચે ઈંગ્લેન્ડ માટે રમ્યા બાદ કોમેન્ટ્રી કરે છે.
9. સના મીર (પાકિસ્તાન)-
સના મીર પાકિસ્તાનની ભૂતપૂર્વ ક્રિકેટર છે. સના મીર 2019માં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમની કુલ સંપત્તિ $1.3 મિલિયન છે.
10. ડેન વાન નિકર્ક ( સાઉથ આફ્રિકા)-
ડેન વાન નિકર્ક સાઉથ આફ્રિકા માટે ક્રિકેટ રમે છે. ડેન વાન નિકર્કની કુલ સંપત્તિ $1 મિલિયન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે