2024માં આ 4 રાશિવાળા માટે 139 દિવસ રહેશે ભારે, શનિદેવનો પ્રકોપ ઝેલવાનો વારો આવશે!
શનિની વક્રી ચાલ દરમિયાન કેટલાક રાશિના જાતકોએ સતર્ક રહેવું પડશે. શનિના પ્રકોપથી જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જાણો કઈ રાશિવાળાએ સાવધાન રહેવાની જરૂર છે....
Trending Photos
નવું વર્ષ 2024 શરૂ થવાની ગણતરીના કલાકો બાકી છે. નવા વર્ષમાં કેટલાક રાશિવાળાઓએ સાવધાન રહેવાની જરૂર છે. આ રાશિઓ પર શનિદેવનો અશુભ પ્રભાવ રહેશે. હાલ દરમિયાન શનિદેવ માર્ગી થઈને કુંભ રાશિમાં ચાલી રહ્યા છે. 30 જૂન 2024થી શનિ કુંભ રાશિમાં વક્રી થઈ જશે અને 14 નવેમ્બર 2024 સુધી તેઓ વક્રી રહેશે. શનિ 139 દિવસ સુધી વક્રી રહેશે. શનિની આ વક્રી ચાલ દરમિયાન કેટલાક રાશિના જાતકોએ સતર્ક રહેવું પડશે. શનિના પ્રકોપથી જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જાણો કઈ રાશિવાળાએ સાવધાન રહેવાની જરૂર છે....
કર્ક રાશિ
- મન અશાંત રહેશે.
- આત્મવિશ્વાસની કમી રહેશે.
- નોકરીમાં ઓફિસરો સાથે તો સારાસારી રહેશે પરંતુ કાર્યભારમાં વધારો થઈ શકે છે.
- પરિણામ સ્વરૂપે વધુ મહેનત કરવી પડી શકે છે.
- રહેણીકરણી અવ્યવસ્થિત રહેશે.
- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.
- શૈક્ષણિક કાર્યો પ્રત્યે સચેત રહેજો.
- વાહનની દેખરેખ પર ખર્ચો વધી શકે છે.
વૃશ્ચિક રાશિ
- મન અશાંત રહેશે.
- કારોબારમાં મહેનત પણ વધુ રહેશે.
- સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે.
- રહેણીકરણી અસ્તવ્યસ્ત રહી શકે છે.
- કાર્યશીલતા જાળવી રાખવાનો પ્રયત્ન કરજો.
- શૈક્ષણિક કાર્યો માટે મુસાફરી થઈ શકે છે.
કુંભ રાશિ
- મન પરેશાન રહી શકે છે.
- માનસિક શાંતિ માટે પ્રયત્ન કરો.
- માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- વાહનની દેખરેખ પર ખર્ચો વધી શકે છે.
- નોકરીમાં મુસાફરી પર જવું પડી શકે છે.
- રહેણી કરણી અસ્તવ્યસ્ત રહેશે.
મીન રાશિ
- આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે.
- સાત માર્ચથી કારોબારમાં ધ્યાન આપો.
- મુશ્કેલીઓ આવી શકે છે.
- 15 માર્ચથાી ધૈર્યશીલતામાં કમી આવશે.
- પરિવારમાં શાંતિ માટે પ્રયત્નો કરો.
- ઘરમાં દેખરેખ તથા સાજ સજાવટના કાર્યોમાં ખર્ચો થઈ શકે છે.
- માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે