ગજબના ભાગ્યશાળી! હનુમાનજી અને શનિદેવ બંનેને વ્હાલી છે આ રાશિ, ખુબ કરાવે લાભ, મુશ્કેલીઓથી રાખે દૂર
એવું કહેવાય છે કે દરેક રાશિ પર કોઈને કોઈ દેવી દેવતાની કૃપા રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી કેટલીક રાશિઓનું વર્ણન છે જેમના પર શનિદેવ અને હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. જાણો આ લકી રાશિઓ વિશે...
Trending Photos
જ્યોતિષ શાસ્ત્ર મુજબ હનુમાનજીના ભક્તો પર શનિદેવની પણ કૃપા રહે છે. એવું કહેવાય છે કે બજરંગબલીના ભક્તોનો શનિદેવ વાળ પણ વાંકો થવા દેતા નથી. જ્યાં બજરંગબલી પોતાના ભક્તોનું સંકટોથી રક્ષણ કરે છે ત્યાં ન્યાયના દેવતા શનિદેવ પણ ભક્તોને તેમના કર્મો મુજબ ફળ આપે છે. એવું કહેવાય છે કે દરેક રાશિ પર કોઈને કોઈ દેવી દેવતાની કૃપા રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી કેટલીક રાશિઓનું વર્ણન છે જેમના પર શનિદેવ અને હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. જાણો આ લકી રાશિઓ વિશે...
હનુમાનજીને પ્રિય રાશિઓ
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ હનુમાનજીને પ્રિય રાશિઓમાંથી એક છે મેષ રાશિ. એવું કહેવાય છે કે મેષ રાશિવાળાએ બજરંગબલીની કૃપાથી આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. હનુમાનજીની કૃપાથી તેમના જીવનમાં આર્થિક સંપન્નતા રહે છે.
સિંહ રાશિ
જ્યોતિષ મુજબ સિંહ રાશિવાળા પર હનુમાનજીની અસીમ કૃપા રહે છે. હનુમાનજીની નિયમિત રીતે પૂજા પાઠ કરવાથી આ રાશિવાળાને જીવનમાં સફળતા અને માન સન્માન મળે છે. દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે.
કુંભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંભ રાશિવાળા ઉપર પણ હનુમાનજીના આશીર્વાદ રહે છે. એવું કહેવાય છે કે તેઓ કોઈ પણ પડકારને સરળતાપૂર્વક પાર કરી લે છે. બજરંગબલીની કૃપાથી આ લોકો સુખ સુવિધાવાળું જીવન જીવે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા પણ બજરંગબલીને પ્રિય હોય છે. હનુમાનજીની કૃપાથી આ રાશિના જાતકો ધન કમાવવામાં સફળ રહે છે. તેમને નોકરી અને વેપારમાં સફળતા મળે છે.
શનિદેવને પ્રિય રાશિઓ
ગ્રહોના ન્યાયાધિશ શનિદેવ તુલા રાશિમાં ઉચ્ચ ગણાય છે. તુલા રાશિના જાતકોને શનિદેવની કૃપાથી જીવનમાં સફળતા મળે છે. કુંભ અને મકર રાશિના સ્વામી શનિદેવ છે. શનિદેવની કૃપાથી કુંભ અને મકર રાશિવાળાને સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. તેઓ જીવનમાં યશ અને પ્રગતિ મેળવે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે