Rajyog: નવરાત્રીમાં સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, ભદ્ર અને માલવ્ય રાજયોગના કારણે દિવાળી પહેલા થશે મોટો ધનલાભ
Bhadra and Malavya Rajyog: નવરાત્રીમાં બુધ ગ્રહ ભદ્ર રાજ્યોગ અને શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે.. આ બે રાજયોગની અસર કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે. આ રાજયોગના કારણે કેટલીક રાશિના લોકોને કરિયર અને વેપારમાં અણધાર્યો મોટો લાભ થશે.
Trending Photos
Bhadra and Malavya Rajyog: શારદીય નવરાત્રીની શરૂઆત 3 ઓક્ટોબરથી થઈ ગઈ છે. નવ દિવસ દરમિયાન માં આદ્યશક્તિની પૂજા અર્ચના કરવામાં આવશે. આ વર્ષની નવરાત્રી જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વિશેષ છે. આ નવરાત્રીમાં બે મહાપુરુષ રાજયોગ બની રહ્યા છે. જેનો પ્રભાવ કેટલીક રાશિના લોકો માટે ફળદાયી રહેશે. નવરાત્રીમાં સર્જાનાર આ રાજયોગ કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે.
નવરાત્રીમાં બુધ ગ્રહ ભદ્ર રાજ્યોગ અને શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે.. આ બે રાજયોગની અસર કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે. આ રાજયોગના કારણે કેટલીક રાશિના લોકોને કરિયર અને વેપારમાં અણધાર્યો મોટો લાભ થશે. તો ચાલો તમને પણ જણાવીએ કે દિવાળી પહેલા કઈ રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે ભદ્ર અને માલવ્ય રાજયોગ શુભ રહેશે. બુધ ગ્રહના કારણે કન્યા રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે અને કામ કરવાની ક્ષમતા પણ વધશે. આ સમય દરમિયાન નક્કી કરેલા કાર્યો પૂર્ણ થશે. વેપારીઓને લાભ થશે અને આર્થિક સ્થિતિ સુધારા પર હશે. કરજ હશે તો તેનાથી મુક્તિ મળશે.
મકર રાશિ
ભદ્ર રાજ્યોગ અને માલવ્ય રાજ્યોગ આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. નવરાત્રીમાં આ રાશિના લોકોનો ભાગ્ય ચમકી જશે. તેમના અટકેલા કામ પુરા થશે. નોકરી શોધતા લોકોની ઈચ્છા પૂરી થશે. વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે.
કુંભ રાશિ
માલવ્ય રાજયોગ અને ભદ્ર રાજયોગ કુંભ રાશિના લોકોને લાભ કરાવશે. બુધ અને શુક્રની સ્થિતિ આ રાશિના લોકોનો ભાગ્ય ચમકાવી દેશે. વૈવાહિક જીવનમાં સુખ શાંતિ વધશે. પતિ પત્ની વચ્ચે પ્રેમ અને આપસી તાલમેલ વધશે. અધુરી ઈચ્છાઓ પૂરી થશે. આ સમય દરમિયાન યાત્રાના પણ યોગ સર્જાશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે