Shani Ast 2025: 40 દિવસ અસ્ત રહેશે શનિદેવ, 5 રાશિઓની આવક ઘટશે, જીવન પર થઈ શકે છે ગંભીર અસર
Shani Ast 2025: જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2025 માં શનિદેવ 40 દિવસ સુધી અસ્ત રહેશે. શનિની અસ્ત અવસ્થા 5 રાશિના લોકો માટે મુશ્કેલ હશે. આ રાશિઓને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.
Trending Photos
Shani Ast 2025: જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મ ફળના દાતા કહેવાય છે. શનિદેવ વ્યક્તિને તેના સારા કર્મોનું સારું ફળ અને ખરાબ કર્મોનું ખરાબ ફળ આપે છે. શનિદેવને ન્યાયાધીશ પણ કહેવાય છે. વર્ષ 2025 માં શનિ અસ્ત થવા જઈ રહ્યા છે. જ્યારે કોઈ ગ્રહો અસ્ત થાય છે તો તેની શક્તિ ઘટી જાય છે. શનિ અસ્ત થશે તેનો અર્થ છે કે તે પોતાની સંપૂર્ણ શક્તિમાં નહિ હોય. આ એક ખગોળીય ઘટના છે જે થોડા થોડા સમયે થતી હોય છે. શનિ જ્યારે અસ્ત હોય છે ત્યારે તે બેસ્ટ ફળ આપી શકતા નથી.
શનિ અસ્ત થાય છે ત્યારે દરેક રાશિ પર અલગ અલગ અસર પડે છે. કેટલીક રાશિના લોકોને રાહત મળે છે તો કેટલીક રાશિના લોકોને સમસ્યા વધે છે. જેમકે જો કોઈ પર શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય તો શનિ અસ્ત થાય ત્યારે તેની અસર ઓછી થઈ જાય છે. પરિણામે લોકોને સમસ્યાઓથી રાહત મળે છે. પરંતુ મોટાભાગે તો શનિ જ્યારે અસ્ત થાય ત્યારે લોકોના જીવનમાં નોકરી સ્વાસ્થ્ય અને પરિવારમાં સમસ્યાઓ વધતી હોય છે.
શનિ ક્યારે થશે અસ્ત ?
વર્ષ 2025 માં 28 ફેબ્રુઆરી થી શનિ અસ્ત થશે. શનિ કુલ 40 દિવસ સુધી અસ્ત રહેશે. 9 એપ્રિલ 2025 થી શનિનો ઉદય થશે. શનિ કુંભ રાશિમાં જ અસ્ત અને ઉદિત થશે. ત્યાર પછી 29 માર્ચે શનિ મીન રાશિમાં ગોચર કરશે.
શનિના અસ્ત થવાથી આ રાશિઓ પર થશે નેગેટિવ અસર
મેષ રાશિ
શનિ અસ્ત રહેશે એ દિવસો દરમિયાન મેષ રાશિના લોકોએ અનાવશ્યક ખર્ચાથી બચવું કારણ કે આવકમાં ઘટાડો થવાની સંભાવના છે. રોકાણમાં પણ નુકસાન થઈ શકે છે. નોકરીમાં સમસ્યાઓ આવી શકે છે. કાર્ય સ્થળ પર વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.
વૃષભ રાશિ
કુંભ રાશિમાં શનિ અસ્ત થશે ત્યારે વૃષભ રાશિના જીવનમાં પારિવારિક સમસ્યા વધી શકે છે. ઘરમાં મતભેદ અને અશાંતિ વધી શકે છે. સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે. ધન હાનિની પણ આશંકા. બનતા કામ અચાનક અટકી શકે છે. આર્થિક સ્થિતિ પર નેગેટિવ અસર જોવા મળશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોનો માનસિક તણાવ વધી શકે છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ ઘટી શકે છે અને માનસિક બેચેની વધી શકે છે. નોકરી અને વેપારમાં નુકસાન અને નિષ્ફળતાની સંભાવના. નોકરીમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યમાં પેટ અને હાડકા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોના કરિયરમાં સમસ્યા ઊભી થઈ શકે છે. નોકરી કરતા લોકોનો ઉચ્ચ અધિકારી સાથે વિવાદ થઈ શકે છે. આવક અચાનક ઘટશે અને ખર્ચાઓ વધશે. આર્થિક સંકટ વધી શકે છે. સંબંધોમાં પણ સમસ્યા રહે. અહંકારના કારણે દાંપત્યજીવન અને પારિવારિક જીવનમાં સમસ્યા વધી શકે છે
મકર રાશિ
શનિ અસ્ત થવાથી મકર રાશિના લોકોને પડકારોનો સામનો કરવો પડી શકે છે. મકર રાશિના લોકો પર શનિનો સીધો પ્રભાવ રહેશે જેના કારણે ધન હાની અને વિવાદ વધી શકે છે. આ 40 દિવસ દરમિયાન સ્વાસ્થ્ય પર ગંભીર અસર જોવા મળી શકે છે. કામોમાં સમસ્યા અને કાર્ય સ્થળ પર અનાવશ્યક પરેશાની વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે