નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવી હોય તો ગણેશ ચતુર્થી પર સર્જાઈ રહ્યો છે વિશેષ યોગ, આ છે ખરીદીના શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2023: માન્યતા છે કે ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ગણપતિ ભગવાન પૃથ્વી પર ગોચર કરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જે પણ ભક્ત ગણપતિની પૂજા શ્રદ્ધાપૂર્વક આ સમય દરમિયાન કરે છે તેના જીવનના દૂર થઈ જાય છે.
Trending Photos
Ganesh Chaturthi 2023: 19 સપ્ટેમ્બર 2023 થી ગણેશ ઉત્સવની શરૂઆત થશે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી પર ગણેશોત્સવની શરૂઆત થાય છે. દેશભરમાં ગણેશ ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવે છે. માન્યતા છે કે ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ગણપતિ ભગવાન પૃથ્વી પર ગોચર કરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જે પણ ભક્ત ગણપતિની પૂજા શ્રદ્ધાપૂર્વક આ સમય દરમિયાન કરે છે તેના જીવનના દૂર થઈ જાય છે.
તેમાં પણ આ વર્ષની ગણેશ ચતુર્થી પર અત્યંત શુભ સંયોગ બની રહ્યા છે. આ શુભ યોગ દરમ્યાન કેટલીક વસ્તુની ખરીદી કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર વર્ષ 2023 માં ગણેશ ચતુર્થીના દિવસે સ્વાતિ નક્ષત્ર અને વિશાખા નક્ષત્ર હશે. સાથે જ રવિ યોગનો પણ સંયોગ બની રહ્યો છે. પૌરાણિક કથા અનુસાર સ્વાતિ નક્ષત્રમાં જ ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ વર્ષે ગણેશ ચતુર્થી આ નક્ષત્રમાં જ ઉજવાશે જેના કારણે કેટલીક વસ્તુની ખરીદી માટે ખૂબ જ શુભ સમય રહેશે.
આ પણ વાંચો:
જો તમે વાહન મકાન કે સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો ગણેશ ચતુર્થી થી લઈને અનંત ચતુર્દશી સુધી કેટલાક અત્યંત શુભ મુહૂર્ત આવી રહ્યા છે. આ દસ દિવસ દરમિયાન કરેલી ખરીદી શુભ ફળ આપશે.
પંચાંગ અનુસાર આ વર્ષે ગણેશ ચતુર્થી ની તિથિ 18 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 12.39 મિનિટથી શરૂ થઈ જશે. ચતુર્થી ની તિથિ 19 સપ્ટેમ્બરે રાત્રે 8.43 સુધી રહેશે. તેથી ગણેશ સ્થાપના 19 સપ્ટેમ્બરે કરવામાં આવશે. ગણેશ સ્થાપનાનો શુભ સમય સવારે 11 કલાકથી 1. 26 કલાક સુધીનો છે.
ગણેશ ઉત્સવ દરમિયાન ખરીદીના શુભ મુહૂર્ત
20 સપ્ટેમ્બર - બપોરે 2.59 થી સાંજે 6.09 સુધી
22 સપ્ટેમ્બર- બપોરે 3.34 કલાકથી 23 તારીખની સવારે 6 કલાક સુધી
21 સપ્ટેમ્બર- સવારે 6.09 થી બપોરે 2.14 સુધી
27 સપ્ટેમ્બર - સવારે 6.12 થી રાત્રે 10.18 સુધી
28 સપ્ટેમ્બર- સવારે 6.12 કલાકથી 29 સપ્ટેમ્બરે 1.48 કલાક સુધી
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે