Revati Nakshtra: આ 2 મોટા ગ્રહોનો રેવતી નક્ષત્રમાં પ્રવેશ, મિથુન સહિત 4 રાશિવાળાને કરાવશે બંપર આર્થિક લાભ

Revati Nakshatra Lucky Zodiac Sign: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર રાશિ અને નક્ષત્રમાં પરિવર્તન કરે છે. તેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળતો હોય છે. આવામાં આ બંને ગ્રહોની યુતિનો પ્રભાવ 4 રાશિના જાતકોના જીવન પર ખાસ જોવા મળશે. 

Revati Nakshtra: આ 2 મોટા ગ્રહોનો રેવતી નક્ષત્રમાં પ્રવેશ, મિથુન સહિત 4 રાશિવાળાને કરાવશે બંપર આર્થિક લાભ

Revati Nakshatra Lucky Zodiac Sign: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર રાશિ અને નક્ષત્રમાં પરિવર્તન કરે છે. તેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળતો હોય છે. અત્રે જણાવવાનું કે બુધ અને ગુરુ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને આ બંને ગ્રહોની હાલ યુતિ બનેલી છે. આવામાં આ બંને ગ્રહોની યુતિનો પ્રભાવ 4 રાશિના જાતકોના જીવન પર ખાસ જોવા મળશે. 

મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ અને ગુરુનું નક્ષત્ર ગોચર આ રાશિના જાતકોના જીવન પર સ્પષ્ટપણે જોવા મળશે. આ દરમિયાન કરિયરમાં નવી નવી ઓફરો મળશે. પ્રગતિ થશે. બીજી બાજુ જે લોકો પ્રોપર્ટી વગેરે ખરીદીના યોગ પણ બની રહ્યા છે. નોકરીયાતોને જૂનિયર અને સીનિયરનો સપોર્ટ મળશે. જે કામ અત્યાર સુધી પેન્ડિંગ હતા તે પણ પૂરા થતા જોવા મળશે. 

વૃશ્ચિક રાશિ
બુધ અને ગુરુનો રેવતીમાં પ્રવેશ આ રાશિના જાતકો માટે પણ લાભદાયી રહેશે. વૃશ્ચિક રાશિ માટે આ યુતિ પંચમ ભાવમાં બનતી જોવા મળી રહી છે. આ દરમિયાન પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. પરિવારનો સાથ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ ગોચર સંતાનોની પ્રગતિ માટે લાભકારી રહેશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. ઈચ્છાઓ પૂરી થશે. 

વૃષભ રાશિ
આ ગોચર વૃષભ રાશિવાળા માટે ખુબ સુખમયી રહેશે. આ સમયગાળામાં વૃષભરાશિવાળાની આવકમાં વધારો થશે. આવકના નવા નવા રસ્તા ખુલશે. આ રાશિવાળાનું સમાજમાં માન સન્માન વધશે. નવા લોકો સાથે સંપર્ક બનાવવામાં સફળ થશો. 

ધનુ રાશિ
બુધ અને ગુરુની રેવતી નક્ષત્રમાં સ્થિતિ ધનુ રાશિ માટે અનુકૂળ રહેશે. કરિયરના મુદ્દે  પણ તેને શુભ માનવામાં આવી રહ્યું છે. નોકરી બદલવાની તક મળશે. કોઈ વાહન કે પ્રોપર્ટી વગેરે ખરીદવામાં સફળ થશો. આ દરમિયાન કાર્યક્ષેત્રમાં પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. બેરોજગારોને નોકરી મળશે. પરણિતોનું લગ્ન જીવન સારું રહેશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news