હોળીના 6 દિવસ પછી બનશે અત્યંત શુભ રાજયોગ, આ 3 રાશિવાળાને સફળતાના શિખરે પહોંચાડશે, બંપર ધનલાભ કરાવશે
Holi : વૈદિક જ્યોતિષ મુજબ હોળીના બરાબર 6 દિવસ બાદ એટલે કે 31 માર્ચ 2024ના રોજ ધનના દાતા શુક્ર દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં શુક્રના ગોચરથી કેટલીક રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે. તો જાણી લો કઈ રાશિને થશે ફાયદો...
Trending Photos
Holi : તમને ખબર નહીં હોય પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમયાંતરે ગોચર કરતા રહે છે, બે કે વધુ ગ્રહો ભેગા થતા હોય છે ત્યારે શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે જેની અસર તમામ રાશિના જાતકો પર પડતી હોય છે. જે તમને ફાયદો તો ક્યારેક નુક્સાન પણ કરાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 31 માર્ચ 2024ના રોજ ધનના દાતા શુક્ર દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં શુક્રના ગોચરથી કેટલીક રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે. શુક્ર ના મીનમાં પ્રવેશથી માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. જે ખુબ જ શુભ અને લાભકારી હોય છે. આ રાજયગ બનવાથી કેટલીક રાશિવાળાને અઢળક ધનલાભ થઈ શકે છે. તો કેટલાકને નુકસાન પણ થઈ શકે છે. જાણો કોણ હશે તે ભાગ્યશાળી રાશિઓ... આ રાશિના જાતકોને મોટો ફાયદો થવાની સંભાવના છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે માલવ્ય રાજયોગ ખુબ લાભકારી રહેશે. કારણ કે મિથુન રાશિની કુંડળીમાં માલવ્ય રાજયોગ કર્મભાવમાં બનશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ યોગ બનવાથી મિથુન રાશિવાળાને વેપારમાં ખુબ ફાયદો થશે. જે લોકો નોકરી કરી રહ્યા હશે તેના પગારમાં વધારો થઈ શકે છે. મિથુન રાશિવાળા પર શુક્ર દેવની કૃપા રહેશે. જે લોકો કળા,સંગીત અને મીડિયા જગતસાથે જોડાયેલા છે તેમને સારો એવો ધનલાભ થઈ શકે છે. એમના નસીબ ખૂલી જશે અને મનનાં સપનાં પૂર્ણ થઈ જશે.
ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે માલવ્ય રાજયોગ અનુકૂળ સાબિત થશે. ધનુ રાશિમાં માલવ્ય રાજયોગ ચતુર્થ ભાવમાં બનશે. આવામાં ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. નવી ગાડી ખરીદી શકો છો. સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. માલવ્ય રાજયોગ બનવાથી ધનુરાશિવાળા લોકોને રાજનીતિક ક્ષેત્રમાં ઢળી શકે છે. જે લોકો રાજકારણમાં જવા માંગતા હોય તેમના માટે આ રાજયોગ ખુબ લાભકારી સિદધ થશે. માતા પિતા સાથે સંબંધ સારા રહેશે. જીવનમાં ખુશીઓ રહેશે.
કન્યા રાશિ
જે લોકોની કન્યા રાશિ છે તેમના માટે માલવ્ય રાજયોગ ખુબ જ લાભપ્રદ સાબિત થશે. અત્રે જણાવવાનું કે કન્યા રાશિમાં માલવ્ય રાજયોગ સપ્તમ ભાવમાં બનશે. આવામાં જે લોકો પરિણીત છે તેમના વૈવાહિક જીવનમાં ફેરફાર જોવા મળશે. આ સાથે જ કોઈ પણ પરિસ્થિતિમાં જીવનસાથીનો સાથ મળશે. સંબંધોમાં મીઠાશ ભરેલી રહેશે. જે લોકો પરિણીત નથી તેમના માટે પ્રસ્તાવ આવી શકે છે. આ વર્ષના અંત સુધીમાં ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે