Gold Rate Today: ગણતરીના કલાકોમાં સોનું-ચાંદી જબ્બર ઉછળ્યા, સોનું કેટલું મોંઘુ થયું અને આજે શું છે 10 ગ્રામ સોનાનો ભાવ...ખાસ જાણો
Gold Rate Today: ગઈ કાલે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો પરંતુ આજે બંને મેટલ્સના ભાવ ઉછળ્યા છે. ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ....
Trending Photos
કોમોડિટી બજારમાં મંગળવારે સોનું અને ચાંદી તેજીમાં જોવા મળ્યા. કાલે આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત ડોલરથી સોનું હળવી નરમાઈ સાથે 2660 ડોલર પ્રતિ ઔંસ તો ચાંદી 31 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ જોવા મળ્યા હતા. તેનાથી ઉલ્ટું આજે MCX પર સોનું તેજીમાં જોવા મળ્યું. શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો છે. ફટાફટ ચેક કરી લો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ...
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 195 રૂપિયા ઉછળીને 76,503 રૂપિયા પર પહોંચી ગયું. ગઈ કાલે સોનામાં કડાકો જોવા મળ્યો હતો. જો કે સાંજ પડતા રિકવરી પણ જોવા મળી. સાંજે સોનું 76,308 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી આજે 1,389 રૂપિયા ઉછળીને 90,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ જે કાલે 88,611 પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી.
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર MCX પર આજે સોનું 94 રૂપિયાની તેજી સાથે 76,781 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. કાલે તે 500 રૂપિયાના કડાકા સાથે 76,687 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 500 રૂપિયાના વધારા સાથે 89137 રૂપિયાની પાસે જોવા મળી હતી. કાલે તે 88,695 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે