Dhanteras 2024: આજે ધનતેરસ, પૂજા અને ખરીદીના શુભ મુહૂર્ત ખાસ જાણો, બસ આટલા કલાકનો જ મળશે સમય

આ દિવસે પૂજા અને ખરીદી કરવાથી વ્યક્તિને ધન-ધાન્યની કમી રહેતી નથી. આ વર્ષે ધનતેરસની તિથિ, પૂજા અને ખરીદી માટેનું શુભ મુહૂર્ત, મહત્વ ખાસ જાણો. આ સાથે એ પણ જાણો કે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ અને કઈ વસ્તુની ખરીદી ન કરવી જોઈએ. 

Dhanteras 2024: આજે ધનતેરસ, પૂજા અને ખરીદીના શુભ મુહૂર્ત ખાસ જાણો, બસ આટલા કલાકનો જ મળશે સમય

દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. આજે એટલે કે 29 ઓક્ટોબરે સમગ્ર દેશમાં ધનતેરસની ઉજવણી થઈ રહી છે. આ અવસરે સોના,ચાંદી, આભૂષણ, ગાડી, વાસણની ખરીદી લોકો કરતા હોય છે. અત્રે જણાવવાનું કે કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ એટલે કે તેરસને ધનતેરસના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે પૂજા અને ખરીદી કરવાથી વ્યક્તિને ધન-ધાન્યની કમી રહેતી નથી. આ વર્ષે ધનતેરસની તિથિ, પૂજા અને ખરીદી માટેનું શુભ મુહૂર્ત, મહત્વ ખાસ જાણો. આ સાથે એ પણ જાણો કે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ અને કઈ વસ્તુની ખરીદી ન કરવી જોઈએ. 

ધનતેરસ 2024 તિથિ
વૈદિક પંચાંગ મુજબ કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિની શરૂઆત 29 ઓક્ટોબરના રોજ સવારે 10.31 કલાકે થઈ રહી છે. જ્યારે તેનું સમાપન 30 ઓક્ટોબરના રોજ બપોરે 1.15 કલાકે થશે. આવામાં ધનતેરસનું પર્વ મંગળવારે એટલે કે 29 ઓક્ટોબરે ઉજવાશે. 

ધનતેરસ 2024 પૂજાનું શુભ મુહૂર્ત
ધનતેરસના રોજ સાંજે 6.36 વાગ્યાથી લઈને રાતે 8.36 કલાક સુધી પ્રદોષ કાળ રહેશે. આવામાં ધનપતિ કુબેર અને  ભગવાન ધન્વંતરિની પૂજા માટે શુભ મુહૂર્ત રહેશે. આ સાથે જ આ સમયે ખરીદી કરવી પણ ખુબ શુભ રહેશે. 

ખરીદીનું શુભ મુહૂર્ત
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ધનતેરસ પર ત્રિપુષ્કર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ સવારે 6.31 મિનિટથી લઈને કાલે સવારે 10.31 કલાક સુધી રહેશે. આવામાં આ મુહૂર્તમાં લોકો ખરીદી કરી શકે છે. જ્યારે સોનું ખરીદવા માટે સૌથી શુભ મુહૂર્ત 9 ઓક્ટોબર સાંજે 6.32થી લઈને રાતે 8.14 વાગ્યા સુધી છે. 

વાહન ખરીદી માટે શુભ મુહૂર્ત
આ વખતે ધનતેરસ પર વાહન ખરીદવા માટે ત્રણ શુભ મુહૂર્ત છે. 
પહેલું મુહૂર્ત- 10.41થી બપોરે 12.05 વાગ્યા સુધી
બીજુ મુહૂર્ત- બપોરે 12.5 વાગ્યાથી 1.25 વાગ્યા સુધી
ત્રીજુ મુહૂર્ત- સાંજે 7.15 વાગ્યાથી રાતે 8.51 વાગ્યા સુધી

કેટલા દીવા પ્રગટાવવા શુભ ગણાય
ધનતેરસના દિવસે ઘરમાં 13 દીવડા પ્રગટાવવામાં આવે છે. આ દીવાને ઘરની અલગ અલગ જગ્યાઓ પર રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ 13 દીવડા પ્રગટાવવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે અને આર્થિક તંગીથી છૂટકારો મળે છે. 

ધનતેરસ પર શું ખરીદવું
ધનતેરસ પર સોના, ચાંદી, વાસણ, વાહન, અને કુબેર યંત્ર વગેરે વસ્તુઓની ખરીદી કરી શકાય છે. ધનતેરસના દિવસે ઝાડૂ ખરીદવું પણ શુભ ગણાય છે. તેનાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. ધનતેરસના પર્વ પર તમે ધાણા જરૂરી ખરીદીને ઘરમાં લાવો. 

ધનતેરસ પર શું ન ખરીદવું
આ દિવસે ભૂલેચૂકે લોઢું કે લોઢાથી બનેલી ચીજો ઘરમાં લાવવી જોઈએ નહીં. એલ્યુમિનિયમ કે સ્ટીલની ચીજોની ખરીદીથી પણ બચવું જોઈએ. કાચ કે કાચની બનેલી ચીજો પણ ધનતેરસના દિવસે  ખરીદવી જોઈએ નહીં. પ્લાસ્ટિકની ચીજો પણ ધનતેરસ પર ખરીદવી જોઈએ નહીં. તેનાથી ઘરમાં બરકત આવતી નથી. 

ધનતેરસ 2024 પૂજા મંત્ર

ગણેશ પૂજા મંત્ર: वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ, निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा.

ધનપતિ કુબેરનો પૂજા મંત્ર: ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः

માતા લક્ષ્મીનો પૂજા મંત્ર: ऊँ श्रींह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्मी नम:

ધનતેરસનું મહત્વ
ધનતેરસના અવસરે માતા લક્ષ્મી, ધનપતિ કુબેર, ભગવાન ધન્વંતરિ અને ગણેશજીની પૂજા કરવાનું વિધાન છે. એવું કહેવાય છે કે કુબેર દેવની કૃપાથી ઘરમાં ક્યારેય આર્થિક તંગી રહેતી નથી અને ધન ધાન્યમાં વધારો થતો રહે છે. આ સાથે જ ધનતેરસ પર સોના-ચાંદી, વાસણો વગેરે ચીજો પણ ખરીદવામાં આવે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news