Affair: લગ્ન પછી પુરુષોને બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવો શા માટે ગમે ? આ કારણોથી વધી જાય પરસ્ત્રી પ્રત્યે આકર્ષણ
Affair:આજના સમયમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાતો ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. ઘણા એવા પુરુષો હોય છે જે લગ્ન પછી પણ બીજી સ્ત્રી સાથે સંબંધો રાખે છે. કેટલીક વખત આવા સંબંધો માત્ર ફિઝિકલ રિલેશન પૂરતા હોય છે. તેવામાં મનમાં પ્રશ્ન ચોક્કસથી થાય કે લગ્ન પછી પણ પુરુષોને બીજી સ્ત્રી સાથે ફિઝિકલ રિલેશન રાખવાનું આકર્ષણ શા માટે વધે છે?
Trending Photos
Affair: વૈવાહિક જીવનની શરૂઆત થાય ત્યારથી જ તેને વધારે ને વધારે મજબૂત બનાવવા માટે ધ્યાન આપવું જોઈએ. લગ્નજીવન સુખદ રહે અને તેમાં ત્રીજા વ્યક્તિની એન્ટ્રી ન થાય તે માટે જરૂરી છે કે બે વ્યક્તિ એકબીજાને સમજે અને પ્રેમ કરે. સમસ્યા અને ઝઘડા દરેક સંબંધનો એક ભાગ હોય છે પરંતુ પતિ પત્ની વચ્ચે સમસ્યા સર્જાય તો વાતચીત કરીને તેનું સમાધાન લાવવું જોઈએ. જો આવું કરવામાં ન આવે તો લગ્નજીવનમાં ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થતાં વાર નથી લાગતી.
આજના સમયમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાતો ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. ઘણા એવા પુરુષો હોય છે જે લગ્ન પછી પણ બીજી સ્ત્રી સાથે સંબંધો રાખે છે. કેટલીક વખત આવા સંબંધો માત્ર ફિઝિકલ રિલેશન પૂરતા હોય છે. તેવામાં મનમાં પ્રશ્ન ચોક્કસથી થાય કે લગ્ન પછી પણ પુરુષોને બીજી સ્ત્રી સાથે ફિઝિકલ રિલેશન રાખવાનું આકર્ષણ શા માટે વધે છે? અફેર ફક્ત ફિઝિકલ રિલેશન માટે હોય તો પણ તે લગ્નજીવન પર ભારી પડી શકે છે. ફિઝિકલ રિલેશનનું આકર્ષણ લગ્ન જીવનને તોડી પણ શકે છે.
કેટલાક લોકોના મત એવા હોય છે કે પતિ-પત્ની વચ્ચે જ્યારે અંતર વધી જાય તો પુરુષના જીવનમાં બીજી સ્ત્રી આવી શકે છે. ખાસ કરીને જ્યારે પત્નીની જવાબદારી વધી જાય અને તે પતિને સમય ન આપી શકતી હોય ત્યારે પુરુષોનું આકર્ષણ બીજી સ્ત્રી તરફ વધી જાય છે. જોકે બધા કપલમાં આ કારણ જવાબદાર નથી હોતું. આજે તમને એવા 4 કારણ વિશે જણાવીએ જેને લીધે પુરુષ પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે સંબંધ બનાવે છે.
દોષારોપણ અને સમસ્યાઓ
બે વ્યક્તિના વિચાર અને મત અલગ અલગ હોય તે સ્વાભાવિક છે. પરંતુ જ્યારે વિચારોના મતભેદના કારણે મનભેદ થવા લાગે અને પતિ પત્ની એકબીજા પર દોષારોપણ કરવા લાગે તો સમસ્યા વધી જાય છે. લગ્નજીવનની આ પરેશાનીઓના કારણે પુરુષોને બીજી મહિલા પ્રત્યે આકર્ષણ વધી જાય છે. તેને પોતાની પત્નીમાં ખામીઓ દેખાવા લાગે છે અને બીજી મહિલાઓની ખુબીઓ વધારે દેખાવા લાગે છે.
નાની ઉંમરમાં લગ્ન
લગ્ન પછી પુરુષો અફેર કરે તેની પાછળ એક આ કારણ પણ જવાબદાર હોય છે. જ્યારે નાની ઉંમરમાં લગ્ન થઈ જાય છે તો સ્ત્રી અને પુરુષ બંનેમાં પરિપક્વતાનો અભાવ હોય છે. એક ઉંમર પછી પુરુષ પોતાની પત્નીથી દૂર થવા લાગે છે. પતિ-પત્ની વચ્ચે વધેલું આ અંતર એક્સ્ટ્રા મેરિટલ ઓફિસ સુધી પહોંચી જાય છે.
પરિવારનો હસ્તક્ષેપ
જો પત્નીના પરિવારના લોકોનો વૈવાહિક જીવનમાં વધારે પડતો હસ્તક્ષેપ હોય તો પણ પુરુષ લગ્નથી દૂર ભાગવા લાગે છે. આવી સ્થિતિમાં તેની નજીક ઝડપથી બીજી સ્ત્રી આવી શકે છે. તેથી પરિવારે હંમેશા નિશ્ચિત દુરી બનાવી રાખવી જોઈએ. જો આવું ન થાય અને પરિવારનો હસ્તક્ષેપ વધતો રહે તો વૈવાહિક જીવન ખરાબ થઈ શકે છે.
વિશ્વાસ ન હોવો
કોઈપણ સંબંધમાં સૌથી વધારે જરૂરી વિશ્વાસ હોય છે. જો પતિ-પત્નીને એકબીજા પર વિશ્વાસ ન હોય તો પછી સાથે રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં પુરુષો ક્ષણિક આનંદ અને શાંતિ માટે પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર તરફ આગળ વધી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે