Yearly Horoscope: મિથુન રાશિના જાતકો માટે કેટલું શુભ છે વિક્રમ સંવત ૨૦૮૧ નવું વર્ષ ? જાણવા વાંચો વાર્ષિક રાશિફળ
Yearly Horoscope: વિક્રમ સંવત ૨૦૮૧ વર્ષની શરૂઆતમાં ગુરુ મિથુન રાશિથી બારમાં વ્યય સ્થાને રહે છે. જે વ્યાધિ અને પીડાના યોગ કરે. નોકરી ધંધામાં સમસ્યા, ધન ખર્ચના અનેક યોગો બનાવે છે. વિના મતલબના કાર્યોમાં ખૂબ ખર્ચ થાય.
મિથુન રાશિ
તા ૧૪-૫-૨૦૨૫ થી મિથુનનો ગુરુ પ્રથમ ભાવમાં પસાર થશે. કોઈ ઉતાવળીયો નિર્ણય તકલીફ આપે. શારીરિક સમસ્યા પણ આવી શકે. ભાઈ-ભાંડુ સાથે મનદુઃખના પ્રસંગો બની શકે.
ભાગ્યમાં વિઘ્નો
વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં તમારી રાશિથી નવમા ભાગ્ય ભાવે રહેશે. જે ભાગ્યમાં વિઘ્નો, રૂકાવટો તેમજ વિલંબ કરાવે વિદેશને લગતા કાર્યોમાં રૂકાવટ થાય. તમારી મહેનતનું ફળ વિલંબ બાદ મળે. વડીલ વર્ગને બિમારીના યોગ બને. તમારી સહન શક્તિની કસોટી થાય
ધન લાભ
તા.૨૯-૦૩-૨૦૨૫થી શનિ મીન રાશિનો તમારી રાશિથી દસમા કર્મ ભાવે આવે છે. જે રોકાયેલા કાર્યો પૂરા કરશે. ધન લાભ મળવાના યોગ શરૂ થશે. જેથી મનને શાંતિ થશે. થોડી વધુ મહેનતના યોગ. લાભ થાય.
સ્ત્રીઓ માટે
આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થાય માર્ચ ૨૦૨૫ થી રોકાયેલા કાર્યો પૂરા થાય. આર્થિક લાભ મળી શકે.
વિદ્યાર્થીઓ માટે
વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. આળસના કારણે પરિણામ નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ સારું પરિણામ મળે.
Trending Photos