અશુભ ગણાતો યમ અને બુધ બનાવશે પ્રતિયુતિ યોગ, 3 રાશિવાળાને જબરદસ્ત લાભ થશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશે!
ગ્રહોના રાજકુમાર બુધ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. જેના કારણે કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે પછી દ્રષ્ટિ પડતી હોય છે. અત્રે જણાવવાનું કે 29 જૂનના રોજ સવારે 6.25 વાગે બુધ અને યમ ગ્રહ એક બીજાથી આમને સામને હશે. જેનાથી કેટલીક રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. બુધ અને યમ એક બીજાથી 180 ડિગ્રી પર સ્થિત હશે જેનાથી પ્રતિયુતિ યોગ બનશે. અત્રે જણાવવાનું કે 29 જૂનના રોજ બુધ કર્ક રાશિમાં બિરાજમાન હશે અને યમ શનિની રાશિ મકરમાં બિરાજમાન છે. આવામાં બુધ અને યમને કારણે પ્રતિયુતિ યોગ બનશે જે ત્રણ રાશિવાળા માટે લકી સાબિત થઈ શકે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહને સૌથી ખાસ માનવામાં આવે છે. પરંતુ એક નાનો ગ્રહ એવો છે જેને પ્લુટો કહેવામાં આવે છે. વર્ષ 2006માં નાસાએ આ ગ્રહને સૌથી નાનો હોવાના કારણે સૂર્યમંડળનો હિસ્સો ગણાતા આ ગ્રહને ફગાવી દીધો હતો. જો કે હિન્દુ શાસ્ત્રોમાં હજુ પણ તેનું ખુબ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને અશુભ ગ્રહોમાંથી એક માનવામાં આવે છે. આ ઉપરાંત જ્યોતિષમાં આ ગ્રહને ભ્રષ્ટાચાર, ફ્રોડ, મૃત્યુ, વિનાશ અને પાપનું પ્રતિક ગણવામાં આવે છે. અત્રે જણાવવાનું કે યમ ગ્રહ પણ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર તમામ રાશિઓ પર પડતી હોય છે. યમ એક રાશિમાં લગભગ 17-18 વર્ષ સુધી રહે છે. આવામાં એક રાશિમાં ફરીથી આવવા માટે તેને ઘણો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે હાલ યમ શનિની રાશિ મકરમાં બિરાજમાન છે.
કન્યા રાશિના જાતકો માટે પ્રતિયુતિ યોગ ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોના કરિયરમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. આ સાથે જ ઉન્નતિ, પ્રગતિ અને ધનલાભના પૂરેપૂરા યોગ છે. પગારમાં પણ વધારો થઈ શકે છે. તમારા જીવન પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે. વેપારના ક્ષેત્રમાં ખુબ નફો કમાઈ શકો છો. બહારના સ્ત્રોતો દ્વારા ધનલાભ થઈ શકે છે. ધનની પણ બચત કરી શકશો.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. સહકર્મીઓ સાથે ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. વેપારમાં પણ તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિઓ હવે સફળ સાબિત થઈ શકે છે. તમે ખુબ નફો કમાઈ શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેશે.
મેષ રાશિ
આ રાશિના ચોથા ભાવમાં બુધ અને દસમા ભાવમાં યમ રહેશે. આવામાં આ રાશિના જાતકોને નોકરી અને વેપારમાં આવનારી દરેક સમસ્યા દૂર થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. જીવનમાં શાંતિ મળી શકે છે. લવ પાર્ટનર સાથે સારો સમય પસાર થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos