તો ગુજરાતમાંથી ઠંડી ગઈ? હવે ગરમી ભુક્કા બોલાવશે! આગામી સાત દિવસ માટે ચોંકાવનારી આગાહી


Gujarat Weather: ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે.

શું છે આગાહી?

1/5
image

ગુજરાત હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહેશે. એટલે કે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં હવામાનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળશે. તો મહત્તમ અને લઘુત્તમ તાપમાન બે દિવસ ફોલિંગ ટેન્ડેન્સીમાં જોવા મળશે. ત્યારબાદ તાપમાનમાં વધારો થઈ શકે છે.

2/5
image

ગુજરાતમાં ફૂંકાતા પવન વિશે તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યારે ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો જોવા મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેથી કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.  

3/5
image

હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મહુવામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. મહુઆમાં 16.3 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. તો રાજકોટમાં 18 ડિગ્રી, નલિયામાં 16.8 ડિગ્રી, ગાંધીનગરમાં 18.6, અમદાવાદમાં 19.9 અને સુરતમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

4/5
image

વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉભું થયું છે. ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં વાદળો મંડરાયા છે. અંબાલાલ પટેલે 19 તારીખ સુધીની આગાહી કરી છે. તેના બાદથી ગરમીનો રાઉન્ડ શરૂ થશે.  ગુજરાતમાં પણ વાદળછાંયુ વાતાવરણ રહેવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. મેદાની રાજ્યોમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં ગરમી શરૂ થઈ જતાં હવામાન વિભાગ પણ ચિંતામાં મૂકાઈ ગયું છે.   

દિલ્હી હવામાન વિભાગની આગાહી

5/5
image

પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં 22 ફેબ્રુઆરી સુધી અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાનોમાં 19-20 ફેબ્રુઆરી સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય અને ઉત્તર દ્વીપકલ્પના ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2-4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે. ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળમાં છેલ્લા 24 કલાકમાં દિવસના તાપમાનમાં 1-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે, જ્યારે તમિલનાડુ, પુડુચેરીમાં તાપમાનનો પારો 1-3 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યો છે.