હું એક ભાભીના પ્રેમમાં હતો, હવે હું છોડવા માગું છું પણ એ મને છોડી રહી નથી, મને બચાવો પ્લીઝ

પરિણીત સ્ત્રી કે પડોશની ભાભીને પ્રેમ કરવો એ એટલો સરળ નથી, તમારે પરિવારની સાથે સાથે સમાજ સાથે પણ લડવું પડશે. મુશ્કેલી ત્યારે વધી જાય છે જ્યારે તમારો પાર્ટનર જ તમને ધમકાવવા લાગે અને ફસાવવા માગે ત્યારે તમારી સ્થિતિ સૌથી વધારે ખરાબ થાય છે. 
 

1/8
image

અમે અહીં એક એવી સ્ટોરી અંગે ખુલાસો કરી રહ્યાં છીએ કે કે એક યુવકે ભાભી સાથે પ્રેમ તો કરી લીધો હવે એ છોડવા માગે છે પણ ભાભી છોડવા માગતા નથી. યુવકના લગ્ન થઈ ગયા છે પણ ભાભી સમજવા તૈયાર તૈયાર નથી. એ ધમકી આપી રહ્યાં છે કે એ તેને બદનામ કરશે. 

2/8
image

થોડા સમય પહેલાં હું એક પરિણીત સ્ત્રીને પ્રેમ કરતો હતો. હવે હું પરિણીત છું પણ તે મને છોડવા માગતી નથી અને મને ફસાવવા માંગે છે, હવે મારે શું કરવું જોઈએ? પરિણીત સ્ત્રીને પ્રેમ કરવો એ ભાવનાત્મક અને સામાજિક રીતે પડકારરૂપ હોઈ શકે છે. 

3/8
image

પહેલાં પરિણીત વ્યક્તિને પ્રેમ કરો અને પછી બીજે લગ્ન કરો ત્યારે ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. કારણ કે જે પરિણીત સ્ત્રીનો તમે સહવાસ માણ્યો છે એને ડર લાગે છે કે હવે તમે એમના નથી રહ્યા કોઈ બીજીના થયા છે. છોકરી ગમે તેવી હોય પણ પોતાનો પ્રેમી બીજી સ્ત્રીનું પડખું સેવે એ ક્યારેય સહન કરી શકતી નથી. જો તમારો પાર્ટનર તમારા નિર્ણયને સમજી રહ્યો નથી અને તમને ધમકાવી રહ્યો છે તો તમારે સમજી વિચારીને પગલાં લેવા જોઈએ.

એને પણ બદનામીનો લાગશે ડર

4/8
image

પ્રથમ તમારે તમારી સ્થિતિ સાફ કરવી પડશે. તમે ક્યાં ઊભા છો તે ધ્યાનમાં લો, તમે પરિણીત છો. પત્ની પ્રત્યે વફાદારી અને આદરની ફરજ નિભાવવાની હોય છે. તમારે સમજવું પડશે કે તમારી પ્રથમ જવાબદારી તમારા વિવાહિત સંબંધોને નુકસાન પહોંચાડવાની નથી. એટલે ભાભી એટલે કે પરિણીત સ્ત્રીને ગણકારશો નહીં કારણ કે એ પણ સમાજમાં રહે છે. એને પણ બદનામીની ચિંતા હશે. તમે કડક થશો તો એ આપોઆપ તમારાથી દૂર થવા લાગશે. હાલમાં એ તમને ઈમોશનલી બ્લેકમેઈલ કરી રહી છે. 

ભાભીને સમજાવો કે તમે સીરિયસ છો

5/8
image

આ પરિસ્થિતિને ઉકેલવા માટે તમારે સ્પષ્ટ બોલવું પડશે. તમારી ગર્લફ્રેન્ડ સાથે સીધી વાતચીત કરો અને તેને સમજાવો કે તમે હવે કોઈ ભાવનાત્મક અથવા શારીરિક સંબંધ રાખવા માંગતા નથી. તમે તમારા લગ્ન જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગો છો. તો આવી રીતે પરેશાન કરશો નહીં. 

6/8
image

જો એવું લાગે છે કે એ સ્ત્રી તમને બદનામ  કરવા માંગે છે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારે તે સ્ત્રી સાથેનો તમામ સંપર્ક સમાપ્ત કરવો પડશે. જેમ કે તેમને મોબાઈલ નંબર, સોશિયલ મીડિયા વગેરે પરથી દૂર કરો. શારીરિક અને ભાવનાત્મક અંતર રાખવાથી તમારા માટે આ સમસ્યાનો સામનો કરવાનું સરળ બનશે.

જરૂર પડે ત્યારે મદદ લેવી

7/8
image

કેટલાક કિસ્સાઓમાં, જો મહિલા દ્વારા તમને ફસાવવાના પ્રયાસો હેરાનગતિ તરફ આગળ વધે છે, તો તમારે યોગ્ય સમયે મદદ લેવી જોઈએ. જો તમને કોઈ મહિલાના વર્તનથી ભય લાગે છે, તો તમે મિત્રો, કુટુંબીજનો અથવા તો કાયદાકીય મદદ પણ લઈ શકો છો. જેથી તમને પછીથી કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. તમારા લગ્ન તમારા માટે પ્રથમ પ્રાથમિકતા હોવા જોઈએ. તમારા સંબંધને મજબૂત કરવા માટે તમારી પત્ની સાથે વધુ સમય વિતાવો. 

8/8
image

જો કે લગ્નજીવનમાં પારદર્શિતા મહત્વપૂર્ણ છે, પરંતુ જો તમને લાગે કે તમારી પત્ની સમજી શકશે નહીં તો તમારે બધું જ જણાવવું જરૂરી નથી. તમે શાંતિથી આ બાબતને સમાપ્ત કરી શકો છો અને તમારા નવા લગ્ન જીવન પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. કારણ કે એ ભાભીને પણ પોતાની બદનામીનો એટલો જ ડર હશે.