Top Cheapest Car in 2025: આ છે 2025ની સૌથી સસ્તી કારો, કિંમત જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો, લેવાનું પ્લાનિંગ હોય તો લિસ્ટ ચેક કરો

Top 5 cheapest car price in 2025: જો તમને પણ 2025માં બજેટમાં એક નવી કાર ખરીદવાનું વિચારતા હોવ તો આ લિસ્ટ તમને મદદરૂપ થશે. ઓછા ભાવમાં સારી માઈલેજ, ફીચર્સ અને સેફ્ટી આપતી આ કારો મિડલ ક્લાસ પરિવારો માટે બેસ્ટ  ઓપ્શન બની શકે છે. 2025ની સૌથી સસ્તી કારો વિશે ખાસ જાણો. 

1. Maruti Suzuki Alto K10

1/5
image

આ યાદીમાં સૌથી પહેલું નામ મારુતિ સુઝૂકીની Alto K10નું આવે છે. મિડલ ક્લાસના લોકો માટે આ કાર બેસ્ટ ઓપ્શન છે. આ કારની કિંમત 4 લાખથી 5.96 લાખ રૂપિયા વચ્ચે છે. આ કારની માઈલેજ પણ સારી છે. કંપનીનો દાવો છે કે આ કાર 24-25 kmpl ની માઈલેજ આપવાની ક્ષમતા ધરાવે છે. આ કારમાં 1.0L પેટ્રોલ એન્જિનની સાથે સાથે સીએનજી એન્જિન પણ મળે છે. તેમાં 7 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવ્યો છે. તે ડ્યુઅલ એરબેગ્સની સાથે સાથે ABS નું પણ ફીચર્સ ગાડીમાં મળી જાય છે. 

2. Renault Kwid

2/5
image

ભારતમાં સૌથી સ્ટાઈલિશ અને સસ્તી હેચબેકમાં Renault Kwid નું નામ સૌથી ઉપર આવે છે. આ ગાડીની કિંમત 4.70 લાખથી 6.45 લાખ રૂપિયા વચ્ચે છે. આ કાર 21-22 kmpl ની જબરદસ્ત માઈલેજ આપે છે. આ કારમાં 0.8L અને 1.0Lનું પેટ્રોલ એન્જિન મળી જાય છે. 

3. Tata Tiago

3/5
image

ટાટાની ગાડી પોતાની મજબૂતી માટે જાણીતી છે. Tata Tiago સસ્તી હોવા છતાં સેફ્ટીમાં નંબર વન છે. આ ગાડીની કિંમત 5.60 લાખ રૂપિયાથી 8.20 લાખ રૂપિયા વચ્ચે છે. માઈલેજની વાત કરીએ તો આ કાર 20-26 kmpl ની માઈલેજ આપવાની ક્ષમતા ધરાવે છે. આ કારમાં 1.2L પેટ્રોલ એન્જિનની સાથે સાથે સીએનજી ઓપ્શન પણ મળે છે. ગ્લોબલ NCAP સેફ્ટી રેટિંગ તરફથી આ કારને 4 સ્ટાર રેટિંગ મળેલું છે. 

4. Maruti Suzuki S-Presso

4/5
image

આ કારને માઈક્રો એસયુવી તરીકે જોવામાં આવે છે. આ સ્ટાઈલિશ હોવાની સાથે સાથે ખુબ સસ્તી પણ છે. આ કારની કિંમત 4.25 લાખ રૂપિયાથી 6.10 લાખ રૂપિયા વચ્ચે છે. આ કાર 24-26 kmplની માઈલેજ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમાં 1.0Lનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ કારમાં હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અપાયું છે. જે રસ્તાના ખાડાઓને પણ સરળતાથી ઝેલી શકે છે. 

5. Hyundai Grand i10 Nios

5/5
image

આ કાર પ્રીમિયમ લુક્સ સાથે અફોર્ડેબલ ઓપ્શનમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. આ કારની કિંમત 5.92 લાખ રૂપિયાથી 8.56 લાખ રૂપિયા વચ્ચે છે. આ કાર20-25 kmplની માઈલેજ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પેટ્રોલ અને સીએનજી એન્જિનનો ઓપ્શન મળી જાય છે.